કર્ણાટકઃ કોંગ્રેસના પરમેશ્વર બનશે નાયબ CM; કોંગ્રેસને મળ્યા 22 મંત્રાલય, JDSને 12

બેંગલુરુ – કોંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ જી. પરમેશ્વર રાજ્યમાં જનતા દળ (એસ)-કોંગ્રેસ ગઠબંધનની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન રહેશે.

કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું કે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે પરમેશ્વરના નામને મંજૂરી આપી છે.

પરમેશ્વર આવતીકાલે સાંજે વિધાનસભામાં શપથ લેશે. જેડીએસના વિધાનસભા પક્ષના નેતા એચ.ડી. કુમારસ્વામી મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]