RBI બેલેન્સ શીટમાં સરકારની દખલ યોગ્ય નથી, પૂર્વ ગવર્નર સુબ્બારાવે કરી આલોચના

નવી દિલ્હીઃ આરબીઆઈના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે કેન્દ્રની મોદી સરકાર પર મોટો શાબ્દિક હુમલો કર્યો છે. પૂર્વ ગવર્નરે કહ્યું છે કે રીઝર્વ બેંકની બેલેન્સ શીટમાં સરકારની દખલ એ સારી બાબત નથી. તેમણે કહ્યું કે કેન્દ્રીય બેંકના સરપ્લસને હડપવાના પ્રયત્નોથી સરકારની હતાશાનો ખ્યાલ આવે છે.

સુબ્બારાવે કહ્યું કે આરબીઆઈના અધિશેષ ભંડારનું મૂલ્ય નક્કી કરતા સજાગ રહેવાની જરુરત છે. જો કે વિદેશી બજારોમાં સરકારી બોન્ડ જાહેર કરીને ધન એકત્ર કરવાના મામલે સુબ્બારાવે કહ્યું કે જો બજારની ઉંડાઈ માપવા માટે સરકારી બોન્ડ જાહેર કરવામાં આવે છે તો તેમને કોઈ પ્રોબ્લમ નથી, પરંતુ વિદેશી મુદ્રા બજારથી નિયમિત રુપે ધન એકત્ર કરવાને લઈને સાવધાન રહેવાની જરુરિયાત છે.

સુબ્બારાવ સીએફએ સોસાયટી ઈન્ડિયાના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. સુબ્બારાવે કહ્યું કે જો દુનિયામાં ક્યાંય પર એક સરકાર ત્યાંની કેન્દ્રીય બેંકની બેલેન્સ શીટને હડપવા ઈચ્છે છે તો તે વાત યોગ્ય નથી. આનાથી ખ્યાલ આવે છે કે સરકાર આ ખજાનાને લઈને ખૂબ વ્યગ્ર છે.

સુબ્બારાવે કેન્દ્રીય બેંકના સરપ્લસમાં ભાગ લેવાના સરકારના પ્રયાસો પર પોતાના વિરોધનો બચાવ કરતા કહ્યું કે રિઝર્વ બેંકના જોખમ અન્ય કેન્દ્રીય બેંકોથી અલગ છે. તેના માટે પૂરી રીતે આંતરરાષ્ટ્રીય પરંપરાઓ અને નિયમોનું અનુસરણ કરવું પૂર્ણ રીતે ફાયદાકારક નહી હોય.

આરબીઆઈના પૂર્વ ગવર્નરની ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે કહેવામાં આવી રહ્યું થે કે બિમલ જાલાન સમિતિ પોતાનો રિપોર્ટ તૈયાર કરવાના અંતિમ ચરણમાં છે. સમિતિ રિઝર્વ બેંકની પર્યાપ્ત પૂંજીની ઓળખ કરતા તેમજ વધારે રાશિ સરકારને હસ્તાંતરિત કરવાની રીત મામલે રિપોર્ટ તૈયાર કરી રહી છે.