પ્રણવ મુખર્જીનું મોટું નિવેદનઃ આકાશમાંથી નહી ઉતરે 50 ખરબ ડોલરની ઈકોનોમી, કોંગ્રેસ સરકારોએ…

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે આધુનિક ભારતના મૂળીયા એ સંસ્થાપકોએ રોપ્યા હતા, જેમનો યોજનાબદ્ધ અર્થવ્યવસ્થામાં મજબૂત ભરોસો હતો, આવું આજકાલ નથી, જ્યારે યોજના આયોગને ખતમ કરી દેવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માવલંકર હોલ સ્થિત કોન્સ્ટીટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયામાં આયોજીત એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે જે લોકો 55 વર્ષના કોંગ્રેસના શાસનની ટીકા કરે છે, તેઓએ વાત નજરઅંદાજ કરી છે કે આઝાદી સમયે ભારત ક્યાં હતું, અને અમે ભારતને કેટલું આગળ લઈ આવ્યા છીએ. હાં, અન્ય લોકોએ પણ યોગદાન આપ્યું છે, પરંતુ આધુનિક ભારતના મૂળ અમારા એ સંસ્થાપકોએ રોપ્યા હતા જેમને યોજનાબદ્ધ અર્થવ્યવસ્થામાં મજબૂતીથી ભરોસો હતો, જ્યારે આજે આવું અને અને યોજના આયોગને પણ ખતમ કરી દેવામાં આવ્યું છે.

ડો. પ્રણવ મુખર્જીએ કહ્યું કે જે 50-55 વર્ષના કોંગ્રેસના શાસનની ટીકા કરે છે, તે લોકો ભૂલી જાય છે કે અમે ક્યાંથી શરુઆત કરી હતી, અને ક્યાં લઈ જઈને મૂક્યું હતું. જો ભારતની અર્થવ્યવસ્થાને 50 ખરબ અમેરિકી ડોલર સુધી લઈ જવી છે, તો અને 18 ખરબ ડોલરની મજબૂતાઈ સાથે છોડી હતી જે લગભગ શુન્યથી શરુ થઈ હતી.

તેમણે કહ્યું કે ભારતને ભવિષ્યમાં 50 ખરબ અમેરિકી ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો પાયો ગત સરકારોએ રોપ્યો હતો, જેમાં જવાહરલાલ નહેરુ, ડો. મનમોહન સિંહ અને પી,બી, નરસિમ્હા રાવની સરકારોનો સમાવેશ થાય છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે નાણાપ્રધાને બજેટ રજૂ કરતા કહ્યું હતું કે વર્ષ 2024 સુધી ભારતની અર્થવ્યવસ્થા 50 ખરબ અમેરિકી ડોલર સુધી પહોંચી જશે. પરંતુ આ દરજ્જો આકાશમાંથી ઉતરીને નહી આવે. આના માટે મજબૂત પાયા ઉપ્લબ્ધ છે, અને આ પાયા અંગ્રેજોએ નહી પરંતુ આઝાદી બાદ હિન્દુસ્તાનીઓને બનાવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]