દિલ્હી: પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા

નવી દિલ્હી- દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં (AIIMS) દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અટલ બિહારી વાજપેયીને નિયમિત તપાસ માટે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.આપને જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઘણાં લાંબા સમયથી બીમાર છે. ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાં સામેલ એવા અટલ બિહારી વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. જેમાં પ્રથમ વખત તેમનો કાર્યકાળ 13 દિવસ અને બીજી વખત તેમનો કાર્યકાળ 13 મહિના ચાલ્યો હતો. જોકે ત્રીજીવાર તેઓ પોતાની ટર્મ પુરી કરી શક્યા હતા. અટલ બિહારી વાજપેયી એવા પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતા જમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય. તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.