હાશ! પ્રદૂષણ વધ્યું તો સામે દેશમાં વન અને વૃક્ષ ક્ષેત્રમાં ય વૃદ્ધિ થઇ

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં વધતા પ્રદૂષણના સ્તર વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આપણા દેશમાં વૃક્ષ ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ છે. દેશનું વન અને વૃક્ષ ક્ષેત્ર બે વર્ષમાં 5188 વર્ગ કિલોમીટર એટલે કે 0.65 ટકા વધીને 8,07,276 વર્ગ કિલોમીટર પર પહોંચી ગયું છે.

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે દેશના વનક્ષેત્રની સ્થિતિ રિપોર્ટ 2019 જાહેર કર્યો છે. ભારતીય વન સર્વેક્ષણ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ દ્વિવાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બે વર્ષમાં જાહેર વનક્ષેત્રમાં જંગલ 330 વર્ગ કિલોમીટર ઘટી ગયા છે. તો આની બહાર 4306 વર્ગ કિલોમીટર વધ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]