ઘાસચારા કૌભાંડ: લાલુપ્રસાદ યાદવ દોષી જાહેર, પોલીસ કસ્ટડીમાં લેવાયા

પટના- બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના (RJD) સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને આજે ચારા કૌભાંડમાં દોષી જાહેર કરવામાં આવ્યા છે. CBIના જજ શિલપાલસિંહ યાદવે અંગે ચુકાદો સંભળાવ્યો હતો. અન્ય આરોપી જગન્નાથ મિશ્રા અને ધ્રુવ ભગતને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ચુકાદા બાદ લાલુપ્રસાદ યાદવને કોર્ટ રુમથી સીધા જ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.આ કેસમાં કુલ 15 આરોપી હતા. જેમાંથી રાંચીની CBIની સ્પેશિયલ અદાલતે 7 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. અદાલતે આ સમગ્ર મામલાની સુનાવણી 9 મહિનાની અંદર પૂરી કરી લેવાના આદેશ આપ્યા હતા.

લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવે ટ્વીટ કર્યા હતા, અને સામાજિક લડાઈ લડતો રહીશ, અને હું એકલો નથી, તમામ બિહારી મારી સાથે છે, તેમજ હું પરાજીત થવાનો નથી. વિગેરે ટ્વીટ કર્યા હતા.શું છે ચારા કૌભાંડ?

વર્ષ 1996માં ઘાસચારા કૌભાંડમાં બિહારના પશુપાલન વિભાગે કરોડો રુપિયાનો ગોટાળો કર્યો હોવાનું સામે આવ્યું હતું. એ સમયે રાજ્યના સીએમ લાલુપ્રસાદ યાદવ હતા. આ કૌભાંડમાં રુપિયા 950 કરોડનો ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડ સાથે સંકળાયેલા ત્રણેય કેસમાં લાલુપ્રસાદ યાદવ અરોપી છે. આજે ચુકાદો આવ્યા બાદ લાલુ યાદવને કોર્ટ રુમમાંથી સીધા જ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.