ઈન્ડિયન આર્મીએ શોધ્યા હિમ માનવના નિશાન, જાહેર કર્યા ફોટા

નવી દિલ્હીઃ પ્રથમવાર ઈન્ડિયન આર્મીએ હિમ માનવના રહસ્યમય નિશાનને શોધવાનો દાવો કર્યો છે. ઈન્ડિયન આર્મીના અધિકારિક ટ્વીટર અકાઉન્ટથી એ વાતની જાણકારી આપવામાં આવી છે. સાથે જ હિમ માનવના નિશાન સાથે જોડાયેલા ઘણા ફોટોઝ પણ શેર કર્યા છે.

સોશિયલ મીડિયા પર હિમ માનવના નિશાનના આ ફોટોઝ ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. ફોટોઝને ટ્વિટર પર સેંકડોવાર રિટ્વીટ કરવામાં આવ્યો છે. ભારતીય સેનાની માઉન્ટેયરિંગ એક્સપેડિશન ટીમે યતિના નિશાનની શોધ કરવાનો દાવો કર્યો છે. આ મકાલૂ બેસ કેમ્પ પાસે દેખાયું છે.

બરફ પર ભારતીય સેનાની ટીમને નિશાન મળ્યા. આ ઘટના 9 એપ્રિલ 2019ની છે, પરંતુ આને 20 દિવસ બાદ શેર કરવામાં આવ્યું. સેના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે મકાલૂ વરુણ નેશનલ પાર્કમાં પહેલા પણ હિમ માનવ દેખાયો હોવાનો આભાસ થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]