બજેટ પહેલા જ મજદૂર સંઘની સરકારને ચેતવણી

નવી દિલ્હી: મોદી સરકાર અને સંઘ પરિવાર ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિને લઈને આમને સામને આવી શકે છે. હકીકતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા નેતાઓ સાથે પ્રી બજેટ મીટિંગ યોજી હતી આ બેઠકનો ઉદેશ્ય યુનિયન નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવાનો હતો. બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલ ભારતીય મજદૂર સંઘ (બીએમએસ)ના નેતા પવન કુમારે નાણમંત્રીને કહ્યું કે, જો 2020ના બજેટમાં સરકાર બીએમએસને ધ્યાનમાં નહીં રાખે તો તેમનું સંગઠન દેશભરામાં આંદોલન કરશે.

પવન કુમારે આગળ કહ્યું કે, અમે બેઠકમાં નાણામંત્રીને કહ્યું કે, અમને કોઈ પણ પ્રકારનું ડિસઇન્વેસ્ટમેન્ટ મંજૂર નથી. અમે ચેતવણી આપી છે કે, જો સરકાર 2020ના બજેટમાં અમારી ચિંતાઓનું ધ્યાન નહીં રાખે તો અમે જાન્યુઆરીમાં સમગ્ર દેશમાં ડિસઇન્વેસ્ટમેન્ટ વિરુદ્ધ એક મોટું આંદોલન શરુ કરીશું. કોઈપણ પબ્લિક સેક્ટર કંપનીનું ડિસઇન્વેસ્ટમેન્ટ (વિનિવેશ) ન થવું જોઈએ.

ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)ના ઉપાધ્યક્ષ અશોક સિંહે કહ્યું કે, આજે દેશમાં 15 કરોડ લોકો બેરોજગાર છે. બીપીસીએલ જેવી નફો કરતી કંપનીઓના વિનિવેશ ન થવું જોઈએ. મહત્વનું છે કે, તાજેતરમાં જ એવી ખબર આવી હતી કે, સરકારની માલિકી હેઠળની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને એર ઈન્ડિયાને સરકાર આગામી વર્ષે માર્ચ સુધીમાં પ્રાઈવેટ પ્લેયર્સને વેચી શકે છે. બંને કંપનીઓ પર અંદાજે 58 કરોડ રુપિયાનો બોજો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]