આતંકી હૂમલાનો ભય, રોકવામાં આવી અમરનાથયાત્રા, પર્યટકોને કશ્મીર ખાલી કરવા કહેવાયું

શ્રીનગર– જમ્મુ કશ્મીરમાં અમરનાથ યાત્રામાં આંતકવાદી હૂમલો થવાના ઈનપુટ મળ્યાં છે. જેથી જમ્મુ કશ્મીર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે, અને અમરનાથ યાત્રાને હાલ તરત અટકાવી દીધી છે. યાત્રિકોને પરત જવા કહી દેવાયું છે. સુરક્ષાબળોને અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઈપર રાઈફલ મળી છે, જે પછી યાત્રા રોકવાનો નિર્ણય લેવાઈ ગયો છે. જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જમ્મૂ-કાશ્મીર સરકારે એડવાઈઝરી જાહેર કરીને યાત્રા પર અત્યારે રોક લગાવી દીધી છે. અને અત્યારે યાત્રીઓને પાછા જવા માટે કહેવામાં આવ્યું છે. હકીકતમાં સુરક્ષા દળોને અમરનાથ યાત્રાના રુટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઈપર રાઈફલ મળી છે, ત્યારબાદ યાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જમ્મુકાશ્મીર સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સુરક્ષા એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના ઈનપુટ મળવા અને કાશ્મીરની સુરક્ષા વધારવાના હેતુથી અમરનાથ યાત્રીઓ અને પર્યકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઘાટીમાં તાત્કાલfક પ્રભાવથી તમામ પ્રકારની યાત્રા પર રોક લગાવવામાં આવી રહી છે. અમરનાથ યાત્રીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની યાત્રા તરત જ પૂર્ણ કરે અને જેમ બને તેમ જલદીથી ઘાટી છોડી દે.

પોતાની એડવાઈઝરીમાં જમ્મુ-કાશ્મીર પ્રશાસને કહ્યું કે રાજ્યમાં મોટા આતંકી હુમલાના ઈનપુટ છે. તમે લોકો જલદી જ પોતાની યાત્રાને પૂરી કરીને પાછા જતા રહો. આ સાથે જ અમરનાથ યાત્રાને પણ રોકી દેવામાં આવી છે. આ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલવાની હતી પરંતુ તેને રોકી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ અમરનાથ યાત્રાના રુટ પર તપાસ દરમિયાન સ્નાઈપર રાઈફલ જપ્ત કરી છે.

ત્યારે આ વચ્ચે સુરક્ષા કારણોનો હવાલો આપતા રાજ્ય પ્રશાસન પર્યટકો અને યાત્રીઓને એડવાઈઝરી જાહેર કરી છે જેમાં જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને જોતા તેમણે પોતાની યાત્રા ખતમ કરવા અથવા જલદી પતાવી દેવાનો નિર્દેશ આપ્યો છે.