શું હજી પણ તમે વાહન પર ફાસ્ટેગ નથી લગાવ્યું?

નવી દિલ્હીઃ ફાસ્ટેગ હવે તમામ વાહનો માટે જરુરી બની ગયું છે. દેશના તમામ હાઈવે પર ટોલ પરથી પસાર થવા પર આની જરુર હોય છે. જો કે હજી પણ લાખો એવા વાહનો છે કે જેના પર ફાસ્ટેગ નથી લાગ્યા. આવામાં સરકારે ફાસ્ટેગ લગાવવાની તારીખને એક મહીનો વધારીને 15 જાન્યુઆરી કરી છે. અત્યાર સુધી 1 કરોડ ફાસ્ટેગ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. ફાસ્ટેગ કેવી રીતે મળશે, આને કેવી રીતે રિચાર્જ કરાવવું તેના પર પણ હજી પ્રશ્નો છે ત્યારે આવો આ સવાલોના જવાબ જાણીએ.  

ઓનલાઈન આ બેંકની વેબસાઈટ, એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ પર ઉપ્લબ્ધ છે. ઓફલાઈન આ પોઈન્ટ ઓફ સેલ પર મળે છે. ટોલની આસપાસ અને બેંક તરફથી ઓનલાઈન સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાં આ ઉપ્લબ્ધ છે. આ સીવાય NHAI ઓફિસ અને કેટલાક પેટ્રોલ પંપ પરથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.

ફાસ્ટેગ એક પ્રિપેડ રિચાર્જેબલ ટેગ હોય છે કે જે એક અકાઉન્ટથી લિંક હોય છે. આના માટે કેવાયસી જરુરી હોય છે. આના માટે વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઓળખપત્ર અને ફાસ્ટૈગ એપ્લિકેશન ફોર્મ જમા કરાવવું પડે છે.

ફાસ્ટેગ લાવવાનો ઉદ્દેશ્ય એ છે કે વાહન ચાલકોને ટોલ પર લાંબી કતારોમાં વધારે રાહ ન જોવી પડે. પેમેન્ટ ઓનલાઈન RFID ની મદદથી થાય છે. દરેક ફાસ્ટેગનો એક યૂનીક નંબર હોય છે જેનાથી આપ પોતાના બેંક અકાઉન્ટ અકાઉન્ટ, મોબાઈલ વોલિટ અને ક્રેડિટ કાર્ડ સાથે લિંક કરી શકો છો. ટોલ પરથી પસાર થવા પર ટોલની રકમ આપમેળે જ તેમાંથી કપાઈ જશે.

આમ તો ફાસ્ટેગની કીંમત 100 રુપિયા છે, પરંતુ અત્યારે આ ફ્રી મળી રહ્યું છે. જો કે 200 રુપિયા સિક્યોરિટી તરીકે જમા કરાવવા પડે છે. ઓછામાં ઓછા આને 200 રુપિયાથી રિચાર્જ કરાવી શકાય છે.

કેવી રીતે રિચાર્જ કરાવવું

જે બેંકે ફાસ્ટેગ જાહેર કર્યું છે તેણે રિચાર્જની સુવિધા પણ આપી છે. પેમેન્ટ ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેફ્ટ, આરટીજીએસ અને યૂપીઆઈની મદદથી કરી શકાય છે. જો તમે NHAI થી ફાસ્ટેગ લીધું છે તો માય ફાસ્ટેગ એપ તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા પોતાના ફાસ્ટેગને બેંક અકાઉન્ટ અથવા વોલેટથી લિંક કરી શકાય છે.

ફાસ્ટેગની વેલિડિટી અનલિમિટેડ છે. આનું બેલેન્સ ક્યારેય લેપ્સ કરતું નથી અને બચેલું બેલેન્સ આગળના રિચાર્જ સાથે જોડાઈ જાય છે.

વર્ષ 2017 બાદ તમામ વાહનો પર પહેલાથી લાગેલું હોતું હતું. અત્યારે પણ આ ફાસ્ટેગ કામ કરી રહ્યા છે. જો ટેગ આનાથી પણ પહેલાનું હોય તો આને રિપ્લેસ કરી શકાય છે. વધારે જાણકારી માટે NHAI ના ટોલ ફ્રી નંબર 1033 પર આપ ફોન કરી શકો છો.

ટોલ પરથી પસાર થવા પર રજિસ્ટર્ડ નંબર પર મેસેજ આવી જશે કે જેમાં ટોલ ડિડક્શનની જાણકારી હોય છે. લાંબા રુટ પર જતા પહેલા જો આપને એ ડર લાગી રહ્યો છે કે આપના ટેગમાં પર્યાપ્ત બેલેન્સ નથી તો તેને જાહેર કરનારી બેંક અથવા NHAI નો સંપર્ક કરી શકાય છે. તેઓ આપની મદદ માટે પૂરી રીતે તૈયાર છે.