ફારુક અબ્દુલ્લાને ધક્કે ચડાવી કશ્મીરી પંડિતોએ પોકાર્યાં ‘મોદી મોદી’ ના નારા

શ્રીનગર- જમ્મુ કશ્મીરમાં ગુરુવારે નેશનલ કોન્ફરન્સ (NC)ના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા સાથે ધક્કામુક્કીનો મામલો સામે આવ્યો છે. ફારુક અબ્દુલ્લા સાથે શ્રીનગરમાં જ્યેષ્ઠા દેવી મંદિરની બહાર કશ્મીરી પંડિતોએ ધક્કામુક્કી કરી છે. હાલમાંમાં દેશભરમાં રહેતાં કશ્મીરી પંડિંતો હાલમાં ઘાટીમાં આવેલા કેટલાક પ્રમુખ ધાર્મિક મંદિરોમાં વાર્ષિક યાત્રા માટે પહોંચ્યાં છે.

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા મંગળવારે જ્યેષ્ઠા દેવી મંદિરે કશ્મીરી પંડિતો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા, પરંતુ ફારુક અબ્દુલ્લા જેવા મંદિર પરિસરમાં પહોંચ્યાં એ સાથે જ કશ્મીરી પંડિતોએ મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લગાવવાનું શરુ કરી દીધું હતું. આ ઘટના પછી ફારુક અબ્દુલ્લાએ લોકોને સંબોધિત કર્યા વગર જ પરત ફરવાની ફરજ પડી હતી સાથે મંદિરમાં પણ પ્રવેશવા ન હતા દીધાં. કશ્મીરી પંડિત ફારુક અબ્દુલ્લાને ઘાટીમાંથી તેમને દૂર કરવા મામલે સવાલો પૂછી રહ્યાં હતાં.

જ્યેષ્ઠા દેવી મંદિરમાં કશ્મીરી પંડિત દર વર્ષે અહીં જ્યેષ્ઠા દેવી મંદિરે પૂજા કરવા એક્ઠાં થાય છે. જેથી ફારુક અબ્દુલ્લા પણ મંદિર પહોંચવાના હતાં, પરંતુ અબ્દુલ્લા મંદિરે પહોંચે તે પહેલાં જ ત્યાં કશ્મીરી પંડિતોનું એક ગ્રુપ એક્ત્ર થઈ ગયુ હતું. જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ હતાં. ફારુક અબ્દુલ્લા ત્યાં પહોંચતાની સાથે જ કશ્મીરી પંડિત ભડકી ગયાં અને નારેબાજી કરવા લાગ્યાં.

જ્યેષ્ઠા દેવી મંદિર કશ્મીર ઘાટીની નજીકમાં આવેલું છે. અહી દર વર્ષે લાખો કશ્મીરી પંડિતો પૂજા કરવા માટે આવે છે. કશ્મીરી પંડિત લાંબા સમયથી ઘાટીમાં પરત વસવાટની માગ કરી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી કશ્મીરી પંડિતોના મુદ્દાને સતત ઉઠાવી રહી છે. જ્યારે નેશનલ કોન્ફ્રેંસ પાર્ટી આ મુદ્દે ખુલીને બોલવાથી બચી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]