પાક.નું જુઠ્ઠાણું આવ્યું સામે, જોવો ફોટો એફ-16 વિમાનના જેને ભારતે તોડી પાડ્યું

જમ્મૂ-કાશ્મીરઃ ભારતીય સીમામાં ઘુસેલા જે પાકિસ્તાન વિમાનને ભારતના જાંબાઝ જવાનોએ તોડી પાડ્યું તેનો કાટમાળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી મળી આવ્યો છે. આ વિમાન ભારતીય સીમામાં ઘુસવાની ફીરાકમાં હતું અને ત્યાં જ ભારતીય એરફોર્સ દ્વારા તેને વળતો જવાબ આપતા તેને તોડી પાડવામાં આવ્યું. ભારત સરકારે પણ પાકિસ્તાનનું વિમાન તોડી પાડ્યું હોવાની પુષ્ટી કરી હતી. પરંતુ પાકિસ્તાન અત્યારસુધી આ વાતને નકારી રહ્યું છે. પરંતુ સત્ય હવે સામે આવી ગયું છે. સત્ય એ છે કે પાકિસ્તાન જે કાટમાળ ભારતીય વિમાનનો હોવાનો દાવો કરી રહ્યું છે તે  GE F110 એન્જિન છે. જે F16 વિમાનમાં લગાવવામાં આવે છે.

આનાથી એ સાબિત થાય છે કે પાકિસ્તાન ખોટુ બોલી રહ્યું છે કે અમે એફ 16 વિમાન ઉડાવ્યું જ નથી. આ એ જ એફ-16 વિમાન છે જેને ભારતીય એરફોર્સ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. એફ-16 લડાકુ વિમાન પાકિસ્તાનની વાયુ સેનાનો ભાગ છે જેને પાકિસ્તાને અમેરિકા પાસેથી ખરીદ્યું હતું.

હેરાનીની વાત તો એ છે કે ગઈકાલે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતના બે વિમાન તોડી પાડ્યા છે પરંતુ બાદમાં પાકિસ્તાન પલટ્યું હતું. હકીકત એ છે કે બીજુ ક્રેશ થયેલું વિમાન ભારતનું નહી પરંતુ પાકિસ્તાનનું જ હતું. પાકિસ્તાનના આ વિમાનનો કાટમાળ હવે સામે આવ્યો છે.

આ જ વિમાનના કાટમાળને પાકિસ્તાની મીડિયાએ બતાવ્યો હતો અને કહ્યું હતું કે આ વિમાન ભારતનું છે. પરંતુ હવે પાકિસ્તાનનું જુઠ્ઠાણું બેનકાબ થઈ ગયું છે.