ચોવીસ કલાકમાં આટલી બળાત્કાર-છેડતીની ઘટનાઓઃ શું થઇ રહયું છે આ દેશમાં?

નવી દિલ્હી: શુક્રવારે સવારે તેલંગાણામાં એક મહિલા ડોક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના આરોપી ચાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસનો દાવો છે કે આ ચારેય આરોપીઓમાંથી 2 જણે પોલીસના હાથમાંથી શસ્ત્રો છીનવીને ફાયરિંગ શરૂ કરી હતી, જેમાં બે પોલીસ કર્મચારી ઘાયલ થયાં હતાં અને જવાબી ગોળીબારમાં ચારેય મૃત્યુ પામ્યાં હતાં. જો કે પોલીસની પદ્ધતિ અને થીયરી પણ ઉગ્ર પ્રશ્નો ઉભા કરી રહી છે.

બીજી તરફ, ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જેનું જીવંત દહન થયું તે બળાત્કાર પીડિતાનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. જ્યારે આ બંને ઘટનાની જાણ થઈ ત્યારે દેશમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બળાત્કારની વધતી ઘટનાઓને રોકવા માટે તેઓ એકબીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યાં હતાં. સંસદ પણ આથી અસ્પૃશ્ય નથી. આ સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એમ પણ કહ્યું છે કે સગીર સાથે બળાત્કારના કેસમાં પોકસો એક્ટ હેઠળ દોષી સાબિત થતાં લોકોને દયાની અરજી દાખલ કરવાનો અધિકાર ન હોવો જોઇએ. પરંતુ આ ચર્ચાઓ અને ચિંતાઓ વચ્ચે છેલ્લાં 24 કલાકમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓ પણ ચાલુ રહી છે.
બિહારના દરભંગામાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાના મામલે ટેમ્પોચાલકની ધરપકડ કરવામાં આવી છે. ડીએસપી અનોજ કુમારે કહ્યું, ‘અમને માહિતી મળી હતી કે ટેમ્પો ચાલક તેને બગીચામાં લઈ ગયો હતો જ્યાં તેણે બળાત્કાર ગુજાર્યો હતો. હમણાં પીડિતાની સારવાર કરવામાં આવી રહી છે ‘.

ઉન્નાવમાં ફરી એક બાળકી સાથે જાતીય શોષણનો મામલો સામે આવ્યો છે. પીડિતા 3 વર્ષની છે. ઉન્નાવના એસપીએ જણાવ્યું છે કે આરોપીને ઘટના સ્થળેથી પકડવામાં આવ્યો છે અને કેસ નોંધીને તપાસ ચાલુ છે.

મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં એક યુવતીએ તળાવમાં કૂદી પડીને પોતાનું જીવન ખતમ કરી આપ્યું છે. કારણ કે  ગામના કેટલાક યુવકો તેની છેડતી કરતાં હતાં. પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને પરિવારના સભ્યોનું નિવેદન નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

કોલકાતામાં બાથરૂમમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલામાં 19 વર્ષી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

કેરળના કોટ્ટાયમમાં એક નાની છોકરી સાથે પાણી માગવાના બહાને એક વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો છે. પોલીસે ગુનો નોંધ્યો છે.