સરકારે કુદરતી ગેસના ભાવ 10 ટકા વધારી દેતાં વીજળી, સીએનજી મોંઘા થશે

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં 10 ટકાનો વધારો કર્યો છે. આને પગલે સીએનજીના ભાવ પણ વધશે તેમજ વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ પણ વધી જશે.

અમેરિકા, રશિયા, કેનેડા જેવા ગેસ-સરપ્લસ દેશોમાં સરેરાશ દરોના આધારે ભારતમાં કુદરતી ગેસના ભાવ દર છ મહિને સેટ કરવામાં આવે છે.

ભારત કુલ જરૂરિયાતના અડધા ભાગના ગેસની આયાત કરે છે.

કિંમતમાં આ વધારાને લીધે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી ઉત્પાદક કંપનીઓની આવક વધશે, પરંતુ સીએનજીના ભાવ વધશે, જે તેના ઈનપુટ તરીકે નેચરલ ગેસનો ઉપયોગ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]