ઝાકીર નાઈક પર એક્શન શરુ, 17 કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હી- વિવિદિત ઈસ્લામિક ધર્મ ઉપદેશક ઝાકીર નાઈક સામે તપાસ એજન્સીઓએ એક્શનમાં આવી છે. ઈડી(ED) એ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ ઝાકિર નાઈકની 16.40 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઈડી તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે મુંબઈ અને પૂણે સ્થિત નાઈકના પરિવારના સભ્યોના નામ પર રજિસ્ટર્ડ સંપત્તિને જપ્ત કરવા માટે પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યાં છે. એજન્સીના જણાવ્યા અનુસાર નાઈકની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઈડીના જણાવ્યા અનુસાર ઝાકિરની જે સંપત્તિઓને ટાંચમાં લેવામાં આવી છે, તેમની અંદાજીત કિંમત 16.40 કરોડની આસપાસ છે. એજન્સીએ આ સંપત્તિની ઓળખ મુંબઈ સ્થિત ફાતિમા હાઈટ્સ અને આફિયા હાઈટ્સ તરીકે કરી છે. આ ઉપરાંચ મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક અજ્ઞાત સંપત્તિ મળી છે. પૂણેમાં એન્ગ્રેસિયા નામે એક પ્રોજેક્ટને પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ઝાકિરે મની લોન્ડ્રિંગ દ્વારા પ્રાપ્ત કરેલા નાણાં છુપાવવા માટે સંપત્તિની ખરીદી પોતાના નામે કરી ન હતી. તેમણે શરૂઆતનું પેમેન્ટ પોતાના નામથી અને ત્યાર બાદ ફંડને તેમની પત્ની, બાળકો અને ભત્રીજાના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યાર બાદ બુકિંગ પરિવારના નામે કરવામાં આવ્યું હતું જેથી બ્લેક મનીને છુપાવી શકાય.

એજન્સીએ જણાવ્યું કે, તપાસમાં ઝાકિર નાઈકના મની લોન્ડ્રિંગના સંપૂર્ણ ઈતિહાસની જાણકારી મળી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી તરફથી ઝાકિર નાઈક વિરુદ્ધ ગેરકાનૂની ગતિવિધિઓ મામલે કેસ ફાઈલ કર્યા બાદ ઈડી દ્વારા ડિસેમ્બર 2016માં તેમની વિરુદ્ધમાં અપરાધિક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]