31 આર્થિક ગુનેગારો ભારતમાંથી ભાગી ગયા છેઃ સરકારે આપ્યા એમનાં નામ

નવી દિલ્હી – 31 જેટલા શંકાસ્પદ આર્થિક ગુનેગારો કાનૂની કાર્યવાહીથી બચવા માટે ભારતમાંથી ભાગી ગયા છે એવી કેન્દ્ર સરકારે લોકસભામાં જાણકારી આપી છે.

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન એમ.કે. અકબરે એક લેખિત ઉત્તરમાં જણાવ્યું કે ભારતમાંથી ભાગી ગયેલા 31 આર્થિક ગુનેગારોમાં નીરવ મોદી, એમના મામા મેહુલ ચોક્સી, નીરવના પત્ની અમી, પુત્ર નિશાલ મોદી, લીકર ઉદ્યોગના મહારથી વિજય માલ્યા, ક્રિકેટ ક્ષેત્રના મહારથી લલિત મોદી, શસ્ત્રોના સોદાગર સંજય ભંડારીનો સમાવેશ થાય છે.

અન્ય ભાગેડુઓ છેઃ સૌમિત જેના, વિજયકુમાર રેવાભાઈ પટેલ, સુનીલ રમેશ રૂપાણી, પુષ્પેશ કુમાર બૈદ, સુરેન્દર સિંહ, અંગદ સિંહ, હરસાહિબ સિંહ, હરલીન કૌર, આશિષ જોબનપુત્રા, જતીન મહેતા, ચેતન જયંતીલાલ સંડેસરા, દિપ્તી ચેતન સંડેસરા, નીતિન જયંતીલાલ સંડેસરા, સભ્યા સેઠ, નિલેશ પારેખ, ઉમેશ પારેખ, સની કાલરા, આરતી કાલરા, સંજય કાલરા, વર્ષા કાલરા, હેમંત ગાંધી, ઈશ્વરભાઈ ભટ્ટ, એમ.જી. ચંદ્રશેખર, ચેરિયા વન્નરાક્કલ સુદીર, નૌશા કદીજાથ અને ચેરિયા વીટ્ટીલ સાદિક.

વિજય માલ્યા, આશિષ જોબનપુત્રા, પુષ્પેશ કુમાર બૈદ, સંજય કાલરા, વર્ષા કાલરા, આરતી કાલરાના પ્રત્યાર્પણ માટે વિદેશ મંત્રાલયને સીબીઆઈ તરફથી વિનંતી મળી છે.