ગર્ભવતીઓ, દિવ્યાંગોને હમણાં નોકરીએ બોલાવશો નહીંઃ માર્ગદર્શિકા

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ-લોકડાઉનના સંદર્ભમાં કાર્મિક મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી વિભાગોને સૂચના આપી છે કે ગર્ભવતી મહિલાઓ, દિવ્યાંગ કર્મચારીઓ તથા અન્ય બિમારીઓથી પીડિત કર્મચારીઓને હાલમાં ઓફિસે બોલાવવા નહીં. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ સલાહ આપવામાં આવી છે.

આ નિર્દેશ એવા સમયે આવ્યો છે કે જ્યારે કોવિડ-19 મહામારીને ધ્યાને રાખતા મંત્રાલય દ્વારા એક દિવસ પહેલા જ 50 ટકા કનિષ્ઠ કર્મચારીઓને કાર્યાલયથી કામ શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

મંત્રાલયે કહ્યું કે, એ નિર્ણય લેવામાં આવ્યો છે કે, એવા સરકારી કર્મચારી કે જે પહેલાથી જ અન્ય બિમારીઓથી પીડિત છે અને લોકડાઉન લાગૂ થયા પહેલાથી જ આ બિમારીઓને લઈને તેમની સારવાર ચાલી રહી છે. જ્યાં સુધી શક્ય હોઈ શકે ત્યાં સુધી તેમની સારવાર કરી રહેલા ડોક્ટર્સના મેડિકલ ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા બાદ જ રોસ્ટર ડ્યૂટીમાંથી છૂટ આપવામાં આવે. આ જ પ્રકારે ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોને પણ તૈયાર થનારી ડ્યૂટી રોસ્ટરમાં શામિલ ન કરી શકાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]