તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કરૂણાનિધિનું અવસાન; બુધવારે સાંજે અંતિમસંસ્કાર

ચેન્નાઈ – તામિલનાડુના પાંચ વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અને દ્રવિડ મુન્નેત્ર કળગમ (ડીએમકે) પાર્ટીના પ્રમુખ એમ. કરૂણાનિધિનું આજે સાંજે અહીંની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું છે. એ 94 વર્ષના હતા.

કાવેરી હોસ્પિટલના ડોક્ટરોએ આજે સાંજે જાહેર કર્યું હતું કે કરૂણાનિધિનું સાંજે 6.10 વાગ્યે અવસાન થયું હતું. એમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ચેન્નાઈના મરીના બીચ પર કરવામાં આવશે.

તામિલનાડુમાં સાત દિવસનો રાજકીય શોક ઘોષિત કરવામાં આવ્યો છે.

મુત્તુવેલ કરૂણાનિધિ દક્ષિણ ભારતના રાજકારણના ભીષ્મ પિતામહ કહેવાતા હતા.

કરૂણાનિધિને વૃદ્ધત્વને લગતી બીમારી હતી અને છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં હતા. એમને આઈસીયૂમાં રાખવામાં આવ્યા હતા.

એ 1969-71ની સાલમાં, ત્યારબાદ 1971-76, 18989-91, 1996-2001 અને 2006-2011 સુધી તામિલનાડુના મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા.

તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમણે યુવાન વયે સ્ક્રીનરાઈટર તરીકે કામગીરી શરૂ કરી હતી. એ વખતે એમણે બ્રાહ્મણ સમાજની વિરુદ્ધમાં ચાલતી દ્રવિડ ચળવળને ઉત્તેજન આપવામાં જોડાયા હતા. એમાંથી એમણે નેતા તરીકે લોકપ્રિયતા મેળવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરૂણાનિધિના અવસાન અંગે આ ટ્વીટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે.

httpss://twitter.com/narendramodi/status/1026820325231620096

કરૂણાનિધિના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતું કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીનું ટ્વીટ.

httpss://twitter.com/RahulGandhi/status/1026830423215747072