મહારાષ્ટ્રઃ શપથ અને રાજીનામાના ડ્રામામાં સોશિયલ મિડીયા પર મજા પડી ગઈ

મુંબઈ: મહારાષ્ટ્રાના રાજકીય નાટકની સોશિયલ મીડિયામાં લોકો ભરપુર મજા લઈ રહ્યા છે. એમાંય આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબમુખ્યમંત્રી અજીત પવારના રાજીનામાં બાદ તો સોશિયલ મીડિયામાં લોકોને જાણે મજા જ પડી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ટ્વીટર પર ‘Ajit Pawar Resigns’ અને Devendra Fadnavis હેશટેગ ટોપ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ હેશટેગનો ઉપયોગ કરીને લોકો મીમ્સ અને જોક્સ બનાવી રહ્યા છે.

 ટ્વીટર યુઝર્સે ટ્વીટ કરેલા જોક્સ

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટેના આદેશ અનુસાર આવતીકાલે એટલે કે, 27 નવેમ્બરે ફ્લોર ટેસ્ટ થશે. સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં દેવેન્દ્ર ફડણવીસને બહુમતી સાબિત કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું કે, ફ્લોર ટેસ્ટનું વિડિયો રેકોર્ડિંગ અને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે અને આ ટેસ્ટ સીક્રેટ બેલેટથી નહીં થાય. કોર્ટે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિનો પણ આદેશ આપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]