દિલ્હીમાં પહેલા રાઉન્ડમાં 51-લાખને કોરોનાની રસી અપાશે

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે એમની સરકાર આ રાષ્ટ્રીય પાટનગરમાં કોરોના વાઈરસ રસીકરણ પ્રક્રિયા માટે સંપૂર્ણપણે સજ્જ છે. સરકાર કોરોના રસી મેળવવા, એનો યોગ્ય રીતે સંગ્રહ કરવા અને પહેલા તબક્કામાં 51 લાખ લોકોને રસી આપવા માટે તૈયાર છે.

આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી અમને જેવી કોરોના રસી મળશે કે તરત જ રસીકરણની પ્રક્રિયા અમે શરૂ કરીશું. રસીકરણ માટે હાલ નામો રજિસ્ટર કરવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. સૌથી પહેલાં 3 લાક જેટલા આરોગ્યકર્મીઓ, 6 લાખ જેટલા મોખરાના સેવાકર્મીઓ તથા 42 લાખ જેટલા મોટી ઉંમરના (50થી વધુની વયના) લોકોને રસી આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]