દિલ્હીમાં ઠંડીએ થીજવ્યાઃ શિમલા કરતા પણ ઠંડી રાજધાની

નવી દિલ્હીઃ આજની સવાર દિલ્હીવાસીઓ માટે ખૂબ ઠંડી રહી. ઠંડીએ લોકોને કાયદેસર જકડી લીધા અને આ દરમિયાન વિઝિબલીટી પણ અત્યંત ઓછી થઈ ગઈ. ધુમ્મસને લઈને ફ્લાઈટ્સ અને ટ્રેનો પણ પ્રભાવિત રહી. અહીંયા ન્યૂનતમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું કે જ્યારે આ જ સમયે શિમલાનું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ હતું. દિલ્હીમાં હવામાં ભેજનું સ્તર 100 ટકા જેટલું નોંધવામાં આવ્યું. દિલ્હીની વાયુ ગુણવત્તા સવારે 8 વાગ્યે 38 મીનિટ પર ગંભીર શ્રેણીમાં નોંધવામાં આવી છે. સવારે સાડા પાંચ વાગ્યે સફદરજંગમાં વિઝિબલીટી 100 મીટર અને પાલમમાં શૂન્ય મિટર નોંધવામાં આવી હતી.

ગાઢ ધુમ્મસને લઈને ફ્લાઈટ્સને ખૂબ અસર પહોંચી હતી. એરપોર્ટના એક અધિકારીએ કહ્યું કે, જ્યાં સુધી હજી સુધી કોઈ ફ્લાઈટ રદ્દ નથી કરવામાં આવી. રેલવેના એક અધિકારી અનુસાર 30 ટ્રેનો મોડી ચાલી રહી છે અને ટ્રેનો 2 થી સાડા સાત કલાક સુધી મોડી ચાલી રહી છે. દિલ્હી-ભુવનેશ્વર રાજધાની સાડા સાત કલાક મોડી ચાલી રહી છે. હવામાન વૈજ્ઞાનિકોએ દિવસભર આકાશ ચોખ્ખુ રહેવાનું અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. સાથે જ તેમણે દિલ્હી-એનસીઆરમાં કેટલાક સ્થાનો પર જબરદસ્ત ઠંડી રહેવાની આગાહી કરી છે.

મંગળવારના રોજ આ પ્રકારનું ધુમ્મસ જોવા મળી શકે છે અને ન્યૂનતમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. રાજધાનીમાં 28 ડિસેમ્બરનો દિવસ સૌથી ઠંડો દિવસ નોઁધવામાં આવ્યો હતો જ્યારે ન્યૂનતમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું.