દિલ્હી હતું નિશાનેઃ મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલએ એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી સ્પેશિયલ સેલેની ટીમે અસમના ગોલપારાથી સોમવારે IED સાથે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય લોકો વોલ્ફ એટેક કરવાની ફિરાકમાં હતાં. ત્રણેય લોકો આઈએએસ સાથે જોડાયેલા બતાવવામાં આવી રહ્યા છે. પોલીસને તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન પણ મળી આવ્યો છે.

ડીસીપી દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલ પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે, પોલીસે ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) સાથે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય લોકો મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પકડવામાં આવેલા ત્રણેય લોકો પહેલા અસમમાં ટેસ્ટ એટેક કરવાના હતા અને ત્યારબાદ તેમના નિશાના પર દિલ્હી હતી.

કુશવાહાના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓની ઓળખ ઈસ્લામ, રંજીત અલી અને જમાલ તરીકે કરવામાં આવી છે. જમાલ 12 પાસ છે, મુકદ્દિર ઈસ્લામ એક ડ્રાઈવર છે અને ફ્રિશ ટ્રેડિંગનું કામ કરે છે જ્યારે રંજીત અલી એક ફિશ ટ્રેડિંગ ફર્મમાં મેનેજર તરીકે કાર્યરત છે.

ત્રણેય આરોપીઓ પાસેથી હથિયાર તેમજ વિસ્ફોટક પાઉડર પણ મળી આવ્યો છે. આઈઈડી બનાવવા માટે તેમની પાસે વિસ્ફોટક પાઉડર ક્યાંથી આવ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. ડીસીપીએ આગળ જણાવ્યું કે, આ લોકોની પાકિસ્તાન સાથે કનેક્શન છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]