અરવિંદ કેજરીવાલને યુવકે લાફો માર્યો, દિલ્હીમાં રોડ શો દરમિયાનની ઘટના

0
3864
નવી દિલ્હી– દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને એક યુવકે રોડ શો દરમિયાન થપ્પડ મારી છે. નવી દિલ્હી લોકસભા ક્ષેત્રમાં રોડ શો ચાલી રહ્યો હતો, તે દરમિયાન અરવિંદ કેજરીવાલને સુરેશ નામના એક યુવકે થપ્પડ મારી છે.
સુરેશને હાલ કેજરીવાલના સમર્થકોએ પકડી લીધો છે, અને ત્યાર બાદ પોલીસને સોંપી દીધો છે. પોલીસે સુરેશને મોતીનગર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પૂછપરછ શરૂ કરી છે.
અત્રે નોંધનીય છે કે આ પહેલી 4 એપ્રિલ, 2014ના રોજ રોડ શો દરમિયાન એક યુવકે કેજરીવાલને થપ્પડ મારી હતી.