સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હેક કરાઈ; ગૃહ, કાયદા મંત્રાલયોની સાઈટ ડાઉન

નવી દિલ્હી – સંરક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ આજે હેક કરવામાં આવી હતી. સાંજે સાત વાગ્યા સુધી પણ એ ડાઉન જ હતી. સાવચેતીના પગલા તરીકે, ગૃહ મંત્રાલયે પોતાની સાઈટને બંધ કરી દીધી હતી અને કાયદા મંત્રાલયની સાઈટ પણ ડાઉન હતી. જોકે કાયદા મંત્રાલયે તેની સાઈટ જાતે બંધ કરી છે કે એ ક્રેશ થઈ ગઈ છે એ હજી સ્પષ્ટ થયું નથી.

સત્તાવાળાઓએ કહ્યું કે સંરક્ષણ મંત્રાલયની સાઈટ પર ચાઈનીઝ અક્ષર જોવા મળ્યા હતા જેથી એવો સંકેત મળે છે કે આમાં ચીની હેકર્સનો હાથ છે.

મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે મામલા પર અમારી ચાંપતી નજર છે.

ગૃહ મંત્રાલયે પોતાની વેબસાઈટને સાવચેતી ખાતર ડાઉન કરી દીધી છે. એક અધિકારીએ કહ્યું કે, નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર વેબસાઈટની સિક્યોરિટી સિસ્ટમને અપગ્રેડ કરે છે એટલે વેબસાઈટને કામચલાઉ બંધ કરવામાં આવી છે.

વેબસાઈટને લોગ ઓન કરવા પર આ સંદેશો જોવા મળે છે કે, તમે જે સેવા માટે અનુરોધ કર્યો છે એ કામચલાઉ રીતે ઉપલબ્ધ નથી. અસુવિધા માટે ખેદ છે. આ જલદી ઉપલબ્ધ થશે.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને એમના ટ્વિટર હેન્ડલ પર આ ટ્વીટ મૂક્યું છે.

httpss://twitter.com/nsitharaman/status/982223129878544384