ભારત-નેપાળ વચ્ચે બનશે 18.5 કિમી. લાંબી રેલલાઈન, ભૂમિઅધિગ્રહણ શરુ થશે

નવી દિલ્હીઃ ભારત અને નેપાળ વચ્ચે પ્રસ્તાવિત 18.5 કિલોમીટર સીમા પાર રેલ લાઈન માટે ભારતે વિસ્તૃત પરિયોજના રિપોર્ટ નેપાળને સોંપી દીધો છે. આ રેલ લાઈન ભારતના રુપૈદિહા અને નેપાળના કોહાલપુરને જોડશે. ભારતને રુપૈદિહા અને નેપાળના બાંકેના કોહલપુર વચ્ચે પ્રસ્તાવિત સીમા-પાર રેલ લાઈન પર ભારત પાસેથી વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ પ્રાપ્ત કર્યા બાદ નેપાળ સરકાર પરિયોજના માટે ભૂમિ અધિગ્રહણની પ્રક્રિયા શરુ કરવાની તૈયારીમાં છે.પૂર્વી ઉત્તર પ્રદેશના રુપૈદિયાથી 18.5 કિલોમીટર લાંબા રેલ ટ્રેકનું નિર્માણ શરુ થશે અને જાયસપુર, ઈન્દ્રપુર, ગુરુવા ગૌન, હવલદલપુર, રાજહૈનાથી થઈને નેપાળના કોહલપુરમાં સમાપ્ત થશે. બાંકે જિલ્લા પ્રશાસનને આપવામાં આવેલા ડીપીઆરમાં પ્રસ્તાવિત રેલવે ટ્રેક ઈસ્ટ-વેસ્ટ હાઈવે અને પોસ્ટલ હાઈવે વચ્ચે સમાનાંતર રહેશે.આ યોજના એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેનાથી અભ્યારણ્ય બચેલા રહે. કાર્કીએ કહ્યું કે ડીપીઆર અનુસાર રેલવે ટાઈન ઈસ્ટ-વેસ્ટ હાઈવેથી બે થી ત્રણ કિલોમીટર દૂર બનાવવામાં આવશે. કેટલીક માનવ વસાહતો અથવા રેસિડેન્શિયલ વિસ્તારો વચ્ચે આવી શકે છે. પરંતુ સરકાર આ મામલે મેનેજમેન્ટ કરશે.સરકારનો ઉદ્દેશ્ય બે દશકમાં 4,000 કિલોમીટર રેલ નેટવર્ક વિકસિત કરવાનો છે. રેલ વિભાગના અધિકારીઓ અનુસાર પાંચ વર્ષમાં 750 કિલોમીટર લાંબુ નેટવર્ક વિકસિત કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]