હવે બાંગ્લાદેશ અને સાઉથ કોરિયામાં પ્રસારિત થશે DD ભારત

નવી દિલ્હી- ભારત સરકારે બાંગ્લાદેશ અને સાઉથ કોરિયા સાથે કરાર કર્યા છે. આ કરારને ધ્યાનમાં રાખતા બાંગ્લાદેશ અને સાઉથ કોરિયામાં ડીડી ભારત (DD India) નું પ્રસારણ કરવામાં આવશે. તો બીજી તરફ આ કરાર હેઠળ બાંગ્લાદેશ અને સાઉથ કોરિયાની નેશનલ ચેનલને ભારતમાં પ્રસારિત કરવામાં આવશે.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકારશ જાવડેકરે કહ્યું કે આ કરાર હેઠળ ડીડી ભારતને બાંગ્લાદેશ અને સાઉથ કોરિયામાં પ્રસારિત કરવામાં આવશે તેની સામે બાંગ્લાદેશની કેન્દ્રીય ચેનલ અને દક્ષિણ કોરિયાની KBS ચેનલને ભારતમાં પ્રસારિત કરવાની મંજૂરી હશે.

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, પડોસી દેશો સાથે આંતરિક સહયોગ મહત્વપૂર્ણ છે. સરકારે દૂરદર્શન ફ્રી ડિશ પર બાંગ્લાદેશ ટીવીની માલિકી ધરાવતી ચેનલ બીટીવી વર્લ્ડને પ્રસારિત કરવાનો નિર્ણય કર્યો છે.

આ દૂરદર્શનના દર્શકો માટે ઉપલબ્ધ હશે. સરકારે કહ્યું કે ટેલિવિઝન સીરિયલમાં ટાઈટલ અંગ્રેજી ઉપરાંત ભારતીય ભાષાઓમાં પ્રસારિત થવું જોઈએ.