લ્યો, 45 વર્ષથી કાચ ખાય છે મધ્યપ્રદેશના આ વકીલબાબુ!!

નવી દિલ્હીઃ ડિંડોરીમાં એક એવા વ્યક્તિની વિગતો સામે આવ્યો છે કે જે કાચ ખાય છે. તે છેલ્લા 40 થી 45 વર્ષથી કાચ ખાઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ દયારામ સાહૂ છે અને તે વ્યવસાયે વકીલ છે. દયારામનું કહેવું છે કે આ મારા માટે એક લત છે. આ આદતના કારણે મારા દાંત ખરાબ થઈ ગયા છે. હું કોઈ અન્ય વ્યક્તિને આ કામ કરવાની સલાહ નથી આપતો કારણ કે આ ખતરનાક છે.

જો કે એ કહે છે કે એમણે હવે કાચ ખાવાનું ઓછું કરી દીધું છે. દયારામની આ આદતને જોઈને દરેક વ્યક્તિ અચંબિત થઈ જાય છે. લોકો પૂછે છે કે આખરે એક વ્યક્તિ કાચ કેવી રીતે ખાઈ શકે પરંતુ આ વ્યક્તિ દરેકને જવાબ આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]