પ્રવાસી મજૂરો મામલે રાજ ઠાકરેએ યોગી આદિત્યનાથને આપ્યો જવાબ

મુંબઈઃ ઉત્તર પ્રદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રાજ્યના પ્રવાસી શ્રમિકોને લઈને કરવામાં આવેલી ટિપ્પણી પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કડક પ્રતિક્રિયા આપી છે. રાજ ઠાકરેએ કહ્યું કે, જો બીજા રાજ્યોના શ્રમિક મહારાષ્ટ્ર આવીને કામ કરવા ઈચ્છશે તો તેમને પણ સરકારની મંજૂરી લેવી પડશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જો કોઈ પ્રદેશને યૂપીના શ્રમિકોની જરૂરીયાત હશે તો તેમણે પહેલા યૂપી સરકારની પરવાનગી લેવી પડશે.

હવે આ વાત પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ એન નિવેદન દ્વારા તેનો જવાબ આપ્યો છે. રાજ ઠાકરેનુ કહેવું છે કે, ઉત્તર પ્રદેશના શ્રમિકો જોઇએ તો ઉત્તર પ્રદેશ સરકારની પરવાનગી લેવી પડશે તો એવામાં આ શ્રમિકોને મહારાષ્ટ્રમાં આવવા માટે તેમને અમારી, મહારાષ્ટ્રની અને મહારાષ્ટ્ર પોલીસની પરવાનગી લેવી પડશે. તેના વગર અહીં કામ કરવા તેઓ આવી શકશે નહીં. આ વાત યોગી આદિત્યનાથને ધ્યાનમાં રાખવી પડશે.

તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારને આ વાત પર ગંભીરતાથી ધ્યાન આપવાનું રહેશે કે, હવે પછી શ્રમિકોને લાવતા સમયે તમામનું રજિસ્ટ્રેશન થયા અને પોલીસ સ્ટેશનમાં તેમની તસવીર અને પ્રમાણપત્ર હોય. આ શરતોની સાથે તેમને મહારાષ્ટ્રમાં પ્રવેશવા દેવામાં આવશે.

પરપ્રાંતીય બનામ ભૂમિપુત્ર, આ રાજ ઠાકરેનો પ્રિય રાજકીય મુદ્દો રહ્યો છે અને તેમણે પરપ્રાંતીય શ્રમિકો તરફ હિંસક આંદોલન પણ ચલાવ્યું છે. કોરોનાના આ યુગમાં પણ, યોગીના નિવેદનને કારણે તેને તેના ફેવરેટ મુદ્દે રાજનીતી કરવાની તક મળી છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે લાખો મજૂરો જે મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ તરફ પ્રયાણ કરે છે, જ્યારે તેઓ સામાન્ય સ્થિતિમાં પાછા ફરે છે ત્યારે તેમને યોગી અને રાજ ઠાકરે વચ્ચેની લડતનો ભોગ બનવું પડી શકે છે.