રામ મંદિર મામલે કોંગી નેતા મણિશંકર ઐયરનું વિવાદિત નિવેદન

નવી દિલ્હીઃ રામ મંદિર મુદ્દે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે નિવેદન આપ્યું છે. ઐયરે જણાવ્યું છે કે રાજા દશરથના મહેલમાં 10 હજાર ઓરડા હતા અને ભગવાન રામનો જન્મ કયા ઓરડામાં થયો તે કોણ જાણે છે? મણિશંકર ઐયરે આ વાત સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ એક શામ બાબરી મસ્જિદ કે નામમાં કહી છે.

તેમણે જણાવ્યું કે હું કહું છું કે મંદિર ત્યાં બનાવીશું, મંદિર ન બનાવવાનો શું મતલબ બન્યો, તેમણે આગળ જણાવ્યું કે દશરથ ખૂબ મોટા મહારાજા હતા અને કહેવાય છે કે તેમના મહેલમાં 10,000 ઓરડા હતા. તો કોણ જાણ છે કે કયો ઓરડો ક્યાં હતો.

મણિઁશંકરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા તેમની પર ટીકા થઈ હતી. કાર્યક્રમમાં પોતાના વિચાર વ્યક્ત કરતા તેમણે અન્ય પણ કેટલીક વાતો કહી. ઐયરે જણાવ્યું કે 6 ડિસેમ્બરનો દિવસ આ દેશ માટે પતનનો દિવસ હતો. 6 ડિસેમ્બર 1992ના રોજ જે થયું તે નહોતું થવું જોઈતું. મહત્વનું છે કે મણિશંકર ઐયર પોતાના નિવેદનોને લઈને ઘણીવાર વિવાદોમાં ફસાયા છે.

લોકસભા ચૂંટણી પહેલા મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદી વિરુદ્ધ જે ચા-વાળાનું નિવેદન આપ્યું હતું તે મામલે પણ તેમની ખૂબ ટીકા થઈ હતી. તે સમયે મણિશંકર ઐયરે કોંગ્રેસની એક મીટિંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જો મોદી અહીંયા ચા વેચવા આવે તો કોંગ્રેસ તેમનું સ્વાગત કરશે. ત્યારે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે ફરીથી એકવાર ભગવાન શ્રી રામ પર વિવાદિત નિવેદન આપ્યું છે.