સ્થાપના દિવસે તમામ પાટનગરોમાં રેલી કાઢશે કોંગ્રેસ

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીનો સ્થાપના દિવસ એટલે 28 ડિસેમ્બર. આ જ દિવસે કોંગ્રેસ પાર્ટી તમામ રાજ્યોની રાજધાનીઓમાં માર્ચ કાઢવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ ‘ભારત બચાવો સંવિધાન બચાવો’ના નારા સાથે માર્ચ કાઢવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, દિલ્હીમાં થયેલી ભારત બચાવો રેલીની સફળતા અને તેને યથાવત રાખતા પાર્ટીએ ‘ભારત બચાવો  સંવિધાન બચાવો’ નારા સાથે માર્ચ કાઢવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે, માર્ચ 28 ડિસેમ્બરે રાજધાનીઓમાં કાઢવામાં આવશે. માર્ચ દરમ્યાન પાર્ટીનું લક્ષ્ય નરેન્દ્ર મોદી સરકારની જન વિરોધી નીતિઓ સામે મજબૂત વિરોધ નોંધાવવાનો છે.