ઉપરાષ્ટ્રપતિના CJI સામેના ચૂકાદા સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે

0
1421

નવી દિલ્હી– રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા સુપ્રીમ કોર્ટના સીજેઆઈ દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેવાના ચૂકાદા સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. પાર્ટીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં મામલા સંદર્ભે ચીફ જસ્ટીસને કોઈ લેવાદેવા નહી રહે અને તેને બંધારણની જોગવાઈઓની રીતે જોવાશે.કોંગ્રેસે ઉપરાષ્ટ્રપતિના નિર્ણયની ટીકા કરી છે. કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિએ ખૂબ ઝડપથી પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેમણે કોઈ નિષ્ણાતોની સલાહ પણ લીધી નથી. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે એમ પણ કહ્યું હતુ કે તેઓ કોર્ટમાં જશે.

સિબ્બલે કહ્યું હતું કે ચીફ જસ્ટીસની વિરુધ્ધ લાવવામાં આવેલ મહાભિયોગના પ્રસ્તાવને ફગાવી દેવાના ઉપરાષ્ટ્રપતિનો નિર્ણય તર્કસંગત નથી. બંધારણના નિયમોના દાયરામાં રાજ્યસભાના સભાપતિનું કામ ફરક જરૂરી સાંસદની સંખ્યાના નંબર જોવાનું છે, અન તેમના હસ્તાક્ષરોની તપાસ કરવાનું હોય છે. જો કે ઉપરાષ્ટ્રપતિએ પ્રસ્તાવને ફગાવી દેતા પહેલાં કોલેજિયમની સલાહ લેવી જોઈતી હતી. આ નિર્ણય ખૂબ ઝડપથી લેવામાં આવ્યો છે.