કોંગ્રેસની બંધારણ બચાવો ઝૂંબેશ, રાહુલે કહ્યું મોદીના દિલમાં દલિતો માટે જગ્યા નથી

નવી દિલ્હી– કોંગ્રેસ પક્ષે આજે સંવિધાન બચાવો ઝૂંબેશનો પ્રારંભ કર્યો છે. જેનો હેતુ બંધારણ અને દલિતો પર કથિત હૂમલાના મુદ્દે રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનો છે. આગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણી પહેલા દલિત સમુદાયની વચ્ચે પોતાની વોટ બેંક મજબૂત બનાવવા માટે બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે.દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમના કાર્યક્રમમાં સંબોધન કરતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુસ્તક ‘કર્મયોગી-નરેન્દ્ર મોદી’ના શબ્દોથી કરી હતી. રાહુલ ગાંધીએ નિશાન તાકીને કહ્યું હતું કે જે લોકો ટોયલેટને સાફ કરે છે, જે ગંદકી ઉઠાવે છે, તેમનો કોઈ અધ્યાત્મ નથી હોતો, જે વાલ્મિક સમાજ કરે છે.

વાલ્મિક સમાજનો વ્યક્તિ  આ પોતાનું પેટ ભરવા માટે નથી કરતો. પણ તે આ કામ એટલા માટે કરે છે કે કારણ કે તે કામ અધ્યાત્મ માટે કરે છે. તેમના માતાપિતા સરળતાથી આમ કામ છોડી શકતા હતા, પણ તેમણે નથી છોડ્યું.રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા પીએમની સોચ એવી છે કે વાલ્મિક સમાજનો વ્યક્તિ પોતાનું પેટ ભરવા માટે નહીં, પણ અધ્યાત્મ માટે કામ કરે છે. આ દરમિયાન ત્યાં હાજર રહેલા કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદી મુર્દાબાદના નારા લગાવ્યાં હતાં, તો રાહુલ ગાંધીએ નારે બાજી કરવાની ના પાડી દીધી હતી.

આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીની વિચારધારા એવી છે કે જે દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે. દલિતોની વિરુદ્ધ અત્યાચાર વધી રહ્યા છે. મોદીના દિલમાં દલિતો માટે કોઈ જગ્યા નથી. દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે, ત્યારે મોદી સતત ચૂપ કેમ રહ્યા છે. યુપી, ઉના જેવા મામલાઓ સામે આવ્યા છે. કોંગ્રેસે ગુજરાતમાં અવાજ ઉઠાવ્યો તો ત્રણ દિવસ પછી મોદી આવે અને સ્ટેજ પર જઈને આંસુ વહાવીને નીકળી પડે છે. રાહુલે વધુમાં કહ્યું કે દેશમાં જે બંધારણ છે, તે સંસ્થાઓને દબાવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના ચાર જજ જનતા સામે ન્યાય માટે આવ્યાં હતાં. તો સરકારે તેમને સંસદમાં બોલતા રોક્યાં હતાં. જો હું રાફેલ અને નીરવ મોદીના મુદ્દા પર હું 15 મીનિટ બોલીશ તો નરેન્દ્ર મોદી ઉભા નહીં રહી શકે.