દર વખતે મોદીને ખલનાયકની જેમ રજૂ કરવાથી કંઈ નહીં મળેઃ કોંગ્રેસના જયરામ…

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનનું મોડલ પૂર્ણ રીતે નકારાત્મક ગાથા નથી અને તેમના કામના મહત્વને સ્વીકાર ન કરવું અને દરેક સમયે તેમને ખલનાયકની જેમ રજૂ કરીને કશું જ મળવાનું નથી. રમેશે કહ્યું કે આ સમય છે કે આપણે મોદીના કામ અને 2014 થી 2019 વચ્ચે તેમણે જે કર્યું તેના મહત્વને સમજીએ, જેના કારણે તેઓ સત્તામાં પાછા આવ્યાં છે. આ જ કારણે 30 ટકા મતદાતાઓએ તેમની સત્તા વાપસી કરાવી. લોકસભા ચૂંટણી 2019માં ભાજપને 37.4 ટકા વોટ મળ્યા જ્યારે એનડીએને કુલ મળીને 45 ટકા જેટલા વોટ પ્રાપ્ત થયાં.

જયરામ રમેશે રાજનૈતિક વિશ્લેષક કપિલ સતીશ કોમીરેડ્ડીના પુસ્તક માલેવોલેટ રિપબ્લિકઃ એ શોર્ટ હિસ્ટ્રી ઓફ ધ ન્યૂ ઈન્ડિયાનું વિમોચન કરતાં આ વાત કહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મોદીજી એવી ભાષામાં વાત કરે છે કે જે તેમને લોકો સાથે જોડે છે. જ્યાં સુધી આપણે ન માની લઈએ કે તેઓ તેઓ એવું કામ કરી રહ્યાં છે કે જેને જનતા પસંદ કરી રહી છે અને જે પહેલાં નથી કરવામાં આવ્યું ત્યાં સુધી આપણે આ વ્યક્તિનો મુકાબલો નહી કરી શકીએ.

તેમણે કહ્યું કે સાથે જ જો તમે દરેક સમયે તેમને ખલનાયકની જેમ રજૂ કરવા જઈ રહ્યા છો તો તમે તેમનો મુકાબલો નહીં કરી શકો. મનમોહનસિંહ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પેયજલ તેમજ સ્વચ્છતા મંત્રાલય સંભાળનારા રમેશે સ્પષ્ટ કર્યું કે તેઓ હું કોઈને વડાપ્રધાનના વખાણ કરવા માટે નથી કહી રહ્યો પરંતુ હું ઈચ્છું છું કે રાજનૈતિક વર્ગ ઓછામાં ઓછી એ વાતોને માને કે જે તેઓ શાસનમાં લઈને આવેલા ખાસ કરીને શાસન અને અર્થશાસ્ત્રના સંદર્ભમાં
પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીએ કહ્યું કે, હું આપને જણાવી દઉં કે જ્યારે શાસનના અર્થશાસ્ત્રની વાત આવે છે તો તે પૂરી રીતે નકારાત્મક ગાથા નથી, શાસનની રાજનીતિ અલગ છે. તેમણે એ પણ કહ્યું કે તેમના શાસન મોડલથી જે પ્રકારે સામાજિક સંબંધનું સર્જન થયું છે તે પૂર્ણતઃ ભિન્ન છે. પોતાની વાતને સાબિત કરવા માટે રમેશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું ઉદાહરણ આપ્યું કે તે કેવી રીતે વડાપ્રધાન માટે સફળ સાબિત થઈ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]