કોંગ્રેસ અંગ્રેજોના પગલે ચાલી રહી છેઃ PM મોદીનો પ્રહાર

બંગલુરુ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં આક્રમક બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ચાર રેલીને સંબોધન કર્યું છે. પીએમ મોદી ચારેય સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસ પીપીપી કોંગ્રેસ બની જશે. એટલે કે પંજાબ, પોંડિચેરી અન પરિવાર કોંગ્રેસ. તેમજ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ અંગ્રેજોના નક્સેકદમ પર ચાલી રહી છે.પીએમ મોદીએ શિવમોગામાં કહ્યું હતું કે 1991માં કન્યાકુમારીથી કશ્મીર તિંરગા યાત્રા લઈને હું નિકળ્યો હતો, ત્યારે મને શિવમોગાને સંબોધન કરવાની તક મળી હતી. આ પહેલો અવસર હતો. ત્યારે મે આટલી મોટી જનસભાને સંબોધન કરી હતી. તે દિવસે શિવમોગાએ મને પ્યાર આપ્યો હતો, તેને હું કેવી રીતે ભુલી શકું. એ સમયે કર્ણાટકે આ યાત્રાને સફળ બનાવવા માટે કેસરિયા વાહની બનાવી હતી. ખુબ મોટી સંખ્યામાં કર્ણાટકનો લોકો જમ્મુકશ્મીર પહોંચીને આ એકતા અભિયાનને સફળ બનાવ્યું હતું.કોંગ્રેસ પર આકરો પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ અંગ્રેજોના નક્શકદમ પર ચાલી રહી છે. કોંગ્રેસ જાતિ, ધર્મ, સંપ્રદાય અને ક્ષેત્રના આધાર પર ભાગલા કરીને શાસન કરવાનું જાણે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાનો જ હિસાબ આપવા તૈયાર નતી. કોંગ્રેસ જુઠુ બોલી રહી છે. તેમણે લોકોને કહ્યું કે જો કોંગ્રેસ મત માંગવા આવે તો તેમને પુછજો કે સૈન્ડ માફિયાઓને સંરક્ષણ આપનારા કોણ હતા. કોંગ્રેસનો સી એને કરપ્શનનો પણ સી… હવે તેમાં કોઈ અંતર નથી.