દેશભરમાં હિંસક પ્રદર્શન વચ્ચે નાગરિકતા કાયદાના ડ્રાફ્ટ પર વિચાર શરુ

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહમંત્રાલયના સૂત્રોએ કહ્યું કે નાગરિકતા કાયદાના વિરોધના ડ્રાફ્ટ પર વિચાર કરવામાં આવશે. પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જો કાયદો લાગુ થયો તો સ્થિતિ બેકાબુ થઈ શકે છે, ત્યારે આવામાં આના ડ્રાફ્ટ પર વિચાર કરવામાં આવશે. પ્રદર્શનકારીઓ પણ ગૃહમંત્રાલયને પોતાની ભલામણો આપી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર નાગરિકતા પ્રદાન કરવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે નથી આપ્યો. આ એક કેન્દ્રીય કાયદો છે અને રાજ્ય આને માનવા માટે બંધાયેલા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આખી પ્રક્રિયા લગભગ ડિજિટલ થશે અને ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવશે.

રાજ્યોની આમાં મહત્વપૂર્ણ ભૂમિકા હશે. પહેલા આ કામ જિલ્લાઅધિકારી/કલેક્ટરની જવાબદારી હતી, પરંતુ હવે પ્રક્રિયામાં બદલાવ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર આ આખી પ્રક્રિયામાં રાજ્યના અધિકારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને દરેક પહેલૂ પર તેમની મદદની જરુર પડશે. જો કોઈપણ દેશમાં ગેરકાયદેસર શરણાર્થી હોય છે તો તે દેશને અધિકાર છે કે તે તેમને પાછા જવા માટે કહે. આ મામલે દિલ્હીમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દેશભરમાં એનઆરસીની પ્રક્રિયા પૂરી થયા બાદ નાગરિકતા કાયદાના આર્ટિકલ 14 એ અંતર્ગત લોકોને એક રાષ્ટ્રીય ઓળખ પત્ર પર આપવામાં આવશે.