નાગરિકતા કાયદા વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં રાજ્યવ્યાપી પ્રદર્શન, કલમ 144 લાગુ

લખનઉઃ નાગરિકતા કાયદા વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં રાજ્યવ્યાપી પ્રદર્શન છે. આને લઈને પોલીસ સતર્ક બની ગઈ છે. અને આ મામલે રણનીતિ પણ તૈયાર છે. ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ.પી. સિંહે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કો કોઈપણ પ્રકારના પ્રદર્શનની મંજૂરી નથી. રાજ્ય સરકારે આ દરમિયાન ઠંડીના પ્રકોપને જોતા રાજ્યની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે.

ડીજીપી સિંહે ટ્વીટ કર્યું કે, 19 ડિસેમ્બર 2019ના રોજ આખા રાજ્યમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને કોઈપણ સભા માટે મંજૂરી આપવામાં આવી નથી. કૃપા કરીને કોઈપણ વ્યક્તિ કોઈપણ સભામાં ભાગ ન લે. માતા-પિતાઓને વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને યોગ્ય માર્ગ બતાવે.

છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી સ્થિત જામિયા યૂનિવર્સિટીમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી તોડફોડ અને સલીમપુરમાં હિંસા બાદથી દેશભરમાં પોલીસ સતર્ક બની ગઈ છે. ઉત્તર પ્રદેશમાં પણ સીટીઝનશિપ એક્ટને લઈને ઘણી યૂનિવર્સિટીઓ અને શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જેને લઈને રાજ્યની પોલીસ સતર્ક બની ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]