ચિન્મયાનંદે આરોપ કબૂલ્યા: પીડિતાએ કહ્યું-SITની કાર્યવાહીથી સંતુષ્ટ નથી

ઉત્તર પ્રદેશ: ભાજપના નેતા ચિન્મયાનંદને બળાત્કારના આરોપમાં કોર્ટે 14 દિવસ માટે જેલના હવાલે કર્યા છે.  આ મામલે યૂપીની વિશેષ તપાસ દળ (SIT) એ પ્રેસ કોન્ફરન્સ કરી. એસઆઈટી પ્રમુખ નવિન અરોડાએ કહ્યું કે, ચિન્મયાનંદે તમામ આરોપો સ્વીકારી લીધા છે. જે વીડિયો વાઈરલ થયો તેમાં ખુદ ચિન્મયાનંદ છે તેનો પણ સ્વીકાર કરી લીધો છે. જેના આધારે ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયો અને ઓડિયોની પૂરી રીતે તપાસ કરાઈ છે. સાથે ચિન્મયાનંદે પણ પોતાની ભૂલની માફી માગી છે.

ઉત્તર પ્રદેશ સરકારે ગઠન કરેલ વિશેષ તપાસ દળ દ્વારા ચિન્મયાનંદને તેના આશ્રમ પરથી શુક્રવારે સવારે 9 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા. તો સાથે ચિન્મયાનંદ પાસે ખંડણી માગવાની કોશિશના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

સ્વામી ચિન્મયાનંદની ધરપકડ બાદ પીડિત વિદ્યાર્થીની ચોંકાવનારુ નિવેદન આપ્યું છે, પીડિતાએ કહ્યું કે, તે આ કાર્યવાહીથી બિલ્કુલ સંતુષ્ટ નથી કારણ કે, એસઆઈટીએ તેમના પર સામાન્ય કલમો લગાવી છે. મને ન્યાય મળે તેવું નથી લાગી રહ્યું. તેમણે કહ્યું કે, ખંડણી માંગવા સાથે મારે કંઈ લેવડદેવડ નથી. આ કેસને નબળો પાડવા માટે કોઈ નવી ચાલ છે.

મહત્વનું છે કે, લૉની વિદ્યાર્થિનીએ 12 પેજની ફરિયાદ દાખલ કરી છે. જેમાં આપેલા નિવેદનમાંથી ચોંકાવનારી બાબત સામે આવી છે. પીડિતાએ કહ્યું કે, ચિન્મયાનંદે તેને બ્લેક મેઈલ કરીને રેપ કર્યો છે. બાથરૂમમાં ન્હાવાનો વીડિયો ઉતારી ધમકી આપવામાં આવી હતી. ધમકીઓ દ્વારા એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ પીડિતાએ જણાવ્યું કે, ચિન્મયાનંદે શારીરિક શોષણનો પણ વીડિયો બનાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]