પંડિત નહેરૂનો જન્મદિવસઃ પ્રિયંકાએ યાદ કર્યો આ પ્રસંગ….

નવી દિલ્હી:  કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે 14 નવેમ્બરે તેમના દાદા અને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 130મી જયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવતા એક કહાની શેર કરી હતી. પ્રિયંકાએ નહેરુની જયંતીની અવસરે તેમની તસવીર સાથે ટ્વીટ કર્યું, ‘મારા દાદાજી સાથે જોડાયેલો એક રસપ્રદ પ્રસંગ છે. જ્યારે તેઓ વડાપ્રધાન હતા, ત્યારે તે એક વખત કામથી સવારે ત્રણ વાગ્યે પાછા આવ્યા હતા. તેમણે જોયું કે, તેમનો બોડીગાર્ડ થાકેલો હતો અને તેમના બેડ પર સુઈ ગયો હતો. તેમણે તેને ચાદર ઓઢાડી અને પોતે ખુરશી પર સુઈ ગયા હતા.’

આ પ્રસંગને વાગોળતા પ્રિયંકાએ લખ્યું કે, ‘ઘણી વખત સામાન્ય વાતો એક વ્યક્તિ વિશે ગૌરવશાળી કહાણીઓની તુલનામાં ઘણું બધું કહી જાય છે. આ પહેલા રાહુલ ગાંધીએ નહેરુજીની 130મી જયંતીના અવસરે શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને ‘આધુનિક ભારતના નિર્માતા’ગણાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે દિલ્હીમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી’

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે લખ્યું કે, ‘આપણા પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ.

મહત્વનું છે કે, પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. તેમનું નિધન 27 મે 1964માં થયો હતો. તે 15 ઓગસ્ટ 1947ના રોજ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હતા. તેમણે દેશની આઝાદી માટે સ્વતંત્રતા સંઘર્ષમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની જયંતી નિમીતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય તેમના નિધન બાદ લેવાયો હતો. બાળકો વચ્ચે તેઓ ચાચા નહેરુના રૂપમાં જાણીતા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]