-તો પછી અંઘકારમાં જ ખોવાઇ જશે ચંદ્રયાન-2……

નવી દિલ્હીઃ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર હવે અંધારી રાત શરુ થવાની તૈયારી છે. આ સાથે જ ઈસરોનું વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાનું સ્વપ્ન પણ અંધારામાં ખોવાઈ જશે. કારણ કે હવે માત્ર થોડા જ કલાકોમાં વિક્રમ લેન્ડર એ અંધારામાં ખોવાઈ જશે, કે જ્યાં તેની સાથે સંપર્ક કરવાની વાત તો દૂર પરંતુ તેના ફોટોગ્રાફ્સ વૈજ્ઞાનિકોને નહી મળી શકે. માત્ર ઈસરો જ નહી, પરંતુ નાસા સહિત દુનિયાની કોઈપણ સ્પેસ એજન્સી વિક્રમ લેન્ડર સુધી નહી પહોંચી શકે. આટલું જ નહી, 14 દિવસના આ ખતરનાક અંધકારમાં વિક્રમ લેન્ડર સલામત રહેશે કે નહી તેપણ એક પ્રશ્ન છે. વિક્રમ લેન્ડરની સલામતી અંગે સૌથી વધારે ચિંતા એટલા માટે છે કારણ કે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર રાત્રી દરમિયાન એટલી ઠંડી પડે છે કે ભલભલી વસ્તુ થીજી જાય. ત્યારે આ સ્થિતીમાં ચંદ્રયાન-2 નું સલામત રહેવું તે મુશ્કેલીભર્યું છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હવે કાળી અંધારી રાત થવાની તૈયારી છે. તેની સાથે જ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન – ઇસરોના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થવાનું સપનું પણ આ અંધારામાં ગુમ થઇ જશે. કારણ કે માત્ર ત્રણ કલાક બાદ જ વિક્રમ લેન્ડર એ અંધારામાં ખોવાઇ જશે, જ્યાંથી તેને સંપર્ક કરવાનું તો દૂર તેની તસવીર પણ લઇ શકાતી નથી. ઇસરો જ નહીં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા સહિત દુનિયાની કોઇપણ સ્પેસ એજન્સી વિક્રમ લેન્ડરની તસવીર લઇ શકયું નથી. એટલું જ નહીં 14 દિવસની આ ખતરનાક રાતમાં વિક્રમ લેન્ડરનું સહી સલામત રહેવું ખૂબ જ મુશ્કેલ થશે.

ચંદ્રના આ ભાગમાં સૂરજની રોશની પડશે નહીં જ્યાં વિક્રમ લેન્ડર છે. તાપમાન ઘટીને -183 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. આ તાપમાનમાં વિક્રમ લેન્ડરના ઇલેક્ટ્રોનિક હિસ્સા પોતાને જીવીત રાખી શકતા નથી. જો વિક્રમ લેન્ડરમાં રેડિયોઆઇસોટોપ હીટર યુનિય લગાવ્યું હોત તો તેઓ ખુદને બચાવી શકતા હતા. કારણ કે આ યુનિટ દ્વારા તેને રેડિયોએક્ટિવિટી અને ઠંડીથી બચાવી શકાતું હતું. એટલે કે હવે વિક્રમ લેન્ડરથી સંપર્ક સાંધવાની તમામ આશાઓ ખત્મ થવા જઇ રહી છે.

ઇસરોના વિશ્વસનીય સૂત્રોએ કહ્યું કે 20-21મી સપ્ટેમ્બર બાદ વિક્રમ લેન્ડર સાથે જોડાયેલી માહિતી અને તસવીરો સામાન્ય લોકો માટે રજૂ કરી શકે છે. જો કે ઇસરોએ કહ્યું નથી કે આ વિક્રમ લેન્ડર સાથે જોડાયેલી માહિતી ઓ અને તસવીરો કયાં સુધીમાં રજૂ કરશે. પરંતુ એ વાત ચોક્કસ છે કે અમે તમામ માહિતી લોકોને જણાવીશું અને તેને સોશિયલ મીડિયા પર પણ શેર કરીશું. આપને જણાવી દઇએ કે 17મી સપ્ટેમ્બરના રોજ ઇસરોએ ટ્વીટ કરી લખ્યું કે અમારી સાથે ઉભા રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમે દુનિયાભરમાં વસતા ભારતીયોની આશાઓ અને સપનાથી પ્રેરિત થઇને આગળ વધતા રહીશું. એટલે કે આ સંદેશ પરથી અંદાજો લગાવી શકાય છે કે હવે આશાનું કોઇ કિરણ દેખાઇ રહ્યું નથી.

7 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 1.50 વાગ્યાની આસપાસ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર પડવાનું હતું. તે સમયે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્ર પર પડ્યું, તે સમયે ત્યાં સવાર હતી. એટલે કે સૂરજની રોશની ચંદ્ર પર પડવાનું શરૂ થયું હતું. ચંદ્રનો આખો દિવસ એટલે કે સૂરજની રોશનીવાળો પૂરો સમય પૃથ્વીના 14 દિવસ બરાબર થાય છે. એટલે કે 20 કે 21મી સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર રાત થઇ જશે. 14 દિવસ કામ કરવાના મિશનને લઇ ગયેલા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના મિશનનો ટાઇમ પૂરો થઇ જશે. આજે 18મી સપ્ટેમ્બર છે, એટલે કે ચંદ્ર પર 20-21 સપ્ટેમ્બરના રોજ થનારી રાતથી અંદાજે 3 કલાક પહેલાંનો સમય એટલે કે ચંદ્ર પર સાંજ થઇ ચૂકી છે. આપણા કેલેન્ડરમાં જ્યારે 20 અને 21 સપ્ટેમ્બરની તારીખ હશે ત્યારે ચંદ્ર પર રાત્રિનો અંધકાર છવાઇ જશે.

નાસાના મતે લુનર રિકૉનસેંસ ઑર્બિટર (LRO)ના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ નોઆ-ઇ.પેત્રોએ કહ્યું હતું કે ચંદ્ર પર સાંજ થવા લાગી છે. અમારા LRO વિક્રમ લેન્ડરની તસવીરો તો લેશે, પરંતુ એ વાતની કોઇ ગેરંટી નથી કે તસવીરો સ્પષ્ટ આવશે. કારણ કે સાંજ સૂરજની રોશની ઓછી થઇ જાય છે એવામાં ચંદ્રની સપાટી પર હાજર કોઇપણ વસ્તુની સ્પષ્ટ તસવીરો લેવી પડકારજનક કામ હશે. પરંતુ જે પણ તસવીરો આવશે, તેણે અમે ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો સાથે શેર કરીશું.