જ્યાં સુધી નહી પહોંચ્યો દુનિયાનો કોઈ દેશ, ચંદ્રના એ ભાગ પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2

નવી દિલ્હીઃ ભારતનું ચંદ્રયાન-2 મિશન શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ થયા બાદ ચંદ્રમાના દક્ષિણી ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. આ જગ્યાએ આ પહેલા કોઈપણ દેશનું કોઈ યાન પહોંચ્યું નથી. વિક્રમ લેન્ડરથી અલગ થયા બાદ આ એક એવા ક્ષેત્ર બાજુ આગળ વધશે જે મામલે અત્યારસુધી ઓછી શોધખોળ થઈ છે. મોટાભાગે ચંદ્રયાનોનું લેન્ડિંગ ઉત્તરી ગોળાર્ધમાં અથવા ભૂમધ્યરેખીય ક્ષેત્રમાં થયું છે. ઈસરો દ્વારા એક અધિકારીએ ચંદ્રમાના દક્ષિણી ધ્રુવના નજીક સ્થાન પસંદ કરવા માટે જણાવ્યું. આ વખતે અમે એવા સ્થાન પર જઈ રહ્યા છે જ્યાં પહેલા કોઈ ગયું નથી.

ઈસરોના પ્રમુખ કે. સિવને કહ્યું કે વિક્રમના લેન્ડિગની છેલ્લી 15 મિનિટ સૌથી વધારે ડરાવનારી ક્ષણો હશે, કારણે અમે ક્યારેય આટલા જટિલ મિશન પર કામ નથી કર્યું. લેન્ડિંગ બાદ, રોવર ચાંદની માટીનું રાસાયણિક વિશ્લેષણ કરશે. તો લેન્ડર ચંદ્રમાના તળાવોને માપશે અને અન્ય વસ્તુઓ સીવાય લૂનર ક્રસ્ટમાં ખોદકામ કરશે.

વર્ષ 2009માં ચંદ્રયાન – 1 બાદ ચંદ્રમાની સપાટી પર પાણીના અણુઓની ઉપસ્થિતીની જાણકારી મેળવ્યા બાદથી ભારતે ચંદ્રમાની સપાટી પર પાણીની શોધ ચાલુ રાખી છે. ચંદ્રમા પર પાણીની ઉપસ્થિતીથી જ ભવિષ્યમાં અહીંયા મનુષ્યના રહેવાની શક્યતાઓ વધી શકે છે.

વડાપ્રધાન મોદીએ વર્ષ 2022 સુધી માનવને અંતરિક્ષમાં મોકલવાની વાત કહી છે. મોટાભાગના વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મિશનથી મળનારા જિયો-સ્ટ્રેટેજિકના ફાયદા વધારે નથી, પરંતુ ભારતનું ઓછા ખર્ચ વાળુ આ મોડલ કોમર્શિયલ ઉપગ્રહો અને ઓરબિટિંગ ડીલ પ્રાપ્ત કરી શકશે. આપને જણાવી દઈએ કે ચંદ્રયાન-2 ઓર્બિટર, લેન્ડર અને રોવર લગભગ પૂરી રીતે ભારતમાં જ ડિઝાઈન કરવામાં આવ્યા છે અને બનાવવામાં આવ્યા છે. તે 2.4 ટન વજન વાળા ઓર્બિટરને લઈ જવા માટે પોતાના સૌથી તાકાતવર રોકેટ લોન્ચર GSLV Mk III નો ઉપયોગ કરશે. ઓર્બિટરનીં મિશન લાઈફ આશરે 1 વર્ષ છે.