ચંદ્રયાન-2: ઈસરોને ભ્રમણકક્ષા ફેરવવામાં મળી સફળતા, 20 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં…

નવી દિલ્હી- ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)ના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષાથી આગળ વધવાનું શરૂ કરી દીધું છે. 22 જુલાઈના રોજ લોન્ચ થયા પછી તેને પેરિજી(પૃથ્વીથી થોડે દૂર) 170 કિલોમીટર અને એપોજી(પૃથ્વીથી વધુ દૂર) 45,475 કિલોમીટર પર સ્થાપિત કર્યો હતો. તેની કક્ષામાં આજે 24 જુલાઈને બપોરે 2 વાગ્યાથી 3.30 વાગ્યાની વચ્ચે સફળતાપૂર્વક ફેરફાર કર્યો છે. હવે તેની પેરિજી 230 કિલોમીટર અને એપોજી 45,163 કિલોમીટર કરી દેવામાં આવી છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ પહેલીવાર સફળતાપૂર્વક ચંદ્રયાન-2ની કક્ષા બદલી છે.

48 દિવસની યાત્રા પર છે ચંદ્રયાન-2 મૂન મિશન

હવે 6 ઓગસ્ટ સુધી પૃથ્વીની ચારેય તરફ ચંદ્રયાન-2ને ઓર્બિટને બદલાશે. 22 જુલાઈએ લોન્ચ કર્યા પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા માટે ચંદ્રયાન-2ને 48 દિવસની યાત્રા શરૂ થઈ ગઈ છે. લોન્ચિંગના 16.23 મિનીટ પછી ચંદ્રયાન-2 પૃથ્વીથી અંદાજે 170 કિલોમીટરની ઊંચાઈ પર જીએસએલવી-એમકે 3 રોકેટથી અલગ થઈને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2ને લોન્ચને લઈને કેટલાક ફેરફાર કર્યા હતાં.

6 ઓગસ્ટ સુધી ચાર વખત બદલાશે તેની કક્ષા

ચંદ્રયાન-2 અંતરિક્ષ યાન 22 જુલાઈથી લઈને 6 ઓગસ્ટ સુધી પૃથ્વીની ચારેય તરફ ચક્કર લગાવશે. તે પછી 14 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચંદ્ર તરફ જવાની લાંબી કક્ષામાં યાત્રા કરશે. 20 ઓગસ્ટના રોજ તે ચંદ્રની કક્ષામાં પહોંચી જશે.

20 ઓગસ્ટ સુધી પહોંચી જશે ચંદ્રની કક્ષામાં

તે પછી 11 દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધી તે ચંદ્રની ચારેય તરફ ગોળ ફરશે. પછી 1 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર

ઓર્બિટર (ડાબે) અને લેન્ડર

ચંદ્રયાનને દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરાવશે, લેન્ડિંગના અંદાજે 4 કલાક પછી રોવર પ્રજ્ઞાન લેન્ડરથી નીકળીને ચંદ્રની સપાટી ઉપર વિભિન્ન પ્રયોગ કરવા માટે ઉતરશે.