‘રાહુ’લ અને ‘ચંદ્રા’બાબુનું મિલન કેટલું ફળશે?

નવી દિલ્હી- ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મહાગઠબંધનમાં જોડાવાનો સંકેત આપતાં ટીડીપી પ્રમુખ અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુએ આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ પહેલા તેઓ NCP સુપ્રીમો શરદ પવાર અને નેશનલ કોન્ફ્રન્સના ચેરમેન ફારુક અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. ચંદ્રાબાબુએ કહ્યું કે, આ લોકતંત્ર બચાવો, દેશ બચાવો ઝુંબેશ માટે છે.દિલ્હીમાં ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત બાદ શરદ પવારે કહ્યું કે, ઇડી, સીબીઆઈ અને આરબીઆઈની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સંસ્થાઓ પર આક્રમણ થઈ રહ્યું છે. આ સમયે દેશ અને લોકતંત્ર બચાવવાની જરુર છે. તેમણે કહ્યું કે, ચંદ્રાબાબુ નાયડુ તમામ નેતાઓ સાથે વાત કરશે. અને બેઠક બોલાવશે.

રાહુલ ગાંધી અને ચંદ્રાબાબુની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે બન્ને પક્ષો છેલ્લા 30 વર્ષથી એકબીજાના વિરોધી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બન્ને વચ્ચે તેલંગણા વિધાનસભાની ચૂંટણી એક સાથે લડવાની સંમતી પહેલા જ બની ચુકી છે. હવે એવું માનવામાં આવે છે કે, 2019ની લોકસભા ચૂંટણી માટે પણ કોંગ્રેસ અને ટીડીપી હાથ મિલાવી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]