હવે પાકિસ્તાનનું પાણી બંધ કરશે ભારત, સરકારે બનાવ્યો જોરદાર પ્લાન

નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને ભીંસમાં લીધા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન જનારા પાણીને બંધ કરવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશના બાગપતમાં કહ્યું કે પાકિસ્તાન જનારી ત્રણ નદીઓ પૈકી એકનું પાણી બંધ કરવામાં આવશે. આ પાણીને યમુનામાં લાવવામાં આવશે. આના કારણે યમુનાનું જળસ્તર પણ ઉંચુ આવશે.

પાકિસ્તાન સમર્થિત આતંકીઓ દ્વારા થઈ રહેલા હુમલાઓ બાદ ઘણીવાર પાકિસ્તાન જનારી નદીઓના પાણીને રોકવાની માંગ ઉઠી છે. હવે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા બાદ આ માંગણી ઉઠી છે. ઘણા સંગઠન પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળ સમજૂતી રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. જો ભારત પાકિસ્તાન જનારી નદીઓના પાણીને બીજી નદીઓમાં સમાયોજિત કરીને રોકી શકે છે તો આ ભારતનું પાકિસ્તાન વિરુદ્ધ મોટુ પગલું હશે.

પુલવામા આતંકી હુમલા બાદ આખા દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ છે. આખો દેશ એકજૂટ થઈને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી રહ્યો છે. સરકારે સૌથી પહેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતીને કમજોર કરવા માટે તેને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો સમાપ્ત કર્યો છે. ભારતે પાકિસ્તાનનો એમએફએનનો દરજ્જો સમાપ્ત કરવાનો નિર્ણય 23 વર્ષ બાદ લીધો છે.

આ સાથે જ ભારતે પાકિસ્તાનથી આવનારા સામાન પર 200 ટકાનો આયાત શુલ્ક લગાવી દીધો છે. પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફ જવાનોના શહિદ થયા બાદ વ્યાપારીઓએ પાકિસ્તાન સાથે આયાત-નિર્યાત બંધ કરી દીધી છે. આ જ કારણ છે કે ઘણા વ્યાપારીઓએ પાકિસ્તાનથી આવનારા સીમેન્ટને પાછો આપી દીધો છે. તો આ સીવાય ભારતીય વ્યાપારીઓએ પાકિસ્તાનથી આવનારા ઘણા સામાન પર રોક લગાવી દીધી છે.આનાથી પાકિસ્તાનમાં આ સામાનોની કીંમતમાં અચાનક વૃદ્ધી થઈ છે. ઘણા વ્યાપારી સંગઠનોએ આતંકનો ખાત્મો થવા સુધી પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો વ્યાપાર ન કરવાની વાત કહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]