ચીનથી આયાત થતાં સામાનમાં હવાલાની શંકા, CAITએ કરી તપાસની માગ

નવી દિલ્હી – કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ ચીનથી આયાત થતી વસ્તુઓને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. CAITનું કહેવું છે કે, આ વસ્તુઓમાં મોટી સંખ્યામાં હવાલા મારફતે બિઝનેસ થતો હોવાની આશંકા છે, જેના કારણે ચીની સામાન ભારતીય બજારમાં આટલા સસ્તા દરે મળી રહ્યો છે. અને સરકારને કસ્ટમ ડ્યૂટી અને ટેક્નો મોટા પ્રમાણમાં ચૂનો લાગે છે.

CAIT એ વાતને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે કે, હવાલાના આ નાણાં પાકિસ્તાનને આતંકી ગતિવિધિઓ ચલાવવા માટે તો નથી આપવામાં આવતા ને? આ વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખતા CAITએ સરકાર સમક્ષ માગ કરી છે કે, આ મામલે તમામ પાસાઓની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે અને દોષી લોકોને પકડવામાં આવે. આ મામલે ભારતીય પોર્ટના અધિકારીઓની મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ચીનથી આયાત થતા સામાનનું પડતર કિંમત કરતા પણ ઓછા મૂલ્યનું બિલ બનીને આવે છે, જેના આધારે ડ્યૂટી અને આઈજીએસટી લગાવવામાં આવે છે. જેથી સરકારને ટેક્સ કલેક્શનમાં મોટું નુકસાન જાય છે.

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, આપણા દેશમાં ચીનથી આયાત થતો મોટાભાગનો સામાન એકદમ ઓછી કિંમતના બીલ પર આવે છે. કેટલાક મામલાઓમાં તો સામાન અગલ પ્રકારનો હોઈ છે અને બીલ અન્ય વસ્તુંઓનું બનાવેલું હોઈ છે. જેથી તેના પર ઓછી કસ્ટમ ડ્યૂટી અને આઈજીએસટી લાગે છે.

ભરતિયા અને ખંડેલવાલે એમ પણ કહ્યું કે, આ મામલે ઈમ્પોર્ટર સાથે જ વિભિન્ન વિભાગોના અધિકારીઓની મિલીભગત હોઈ છે. જેના કારણે એકદમ સરળતાથી આ વેપાર લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ કારણે ન તો માત્ર ભારતીય બજારનો માહોલ ખરાબ થઈ છે, પરંતુ દેશની સુરક્ષા માટે પણ સંકટ ઉભુ થયું છે.

મહત્વનું છે કે, ઘરેલુ ઉત્પાદનો સંપૂર્ણ ટેક્સ ચૂકવે છે, જેના કારણે ચીની સામન કરતા મોંધા ભાવે વેચાય છે. આ મામલે સરકારે ગંભીરતાથી વિચારણા કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.