મોદી કેબિનેટે લીધાં અનામત, સોફ્ટ લોન સહિતના 8 મહત્ત્વના નિર્ણય

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં મળેલી કેબિનેટની બેઠકમાં 12-પોઇન્ટ સિસ્ટમના સ્થાને અનામતના જૂના 200-પોઇન્ટ સિસ્ટમને કાયમ કરવા માટે વટહુકમને મંજૂરી આપી. ઉપરાંત, SC/ST/OBCને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં જૂની સિસ્ટમના હિસાબથી અનામતને કાયમ કરવાની મંજૂરી આપી. દેશમાં 50 નવા કેન્‍દ્રીય વિદ્યાલય બનાવવા માટે કેબિનેટની મંજૂરી મળી.

આ ઉપરાંત એથેલોન માટે સોફ્ટ લોન પેકેજને પણ મંજૂરી મળી ગઈ છે. ખાંડ બનાવનારી કંપનીઓ જો એથેલોન પ્લાન્ટ સ્થાપશે તો સરકાર તેમને લોન પર વ્યાજમાં છૂટ આપશે. જો, ખાંડ ન બનાવનારી કંપનીઓ પણ એથેલોન પ્લાન્ટ લગાવવા માંગે છે તો તેમને પણ છૂટછાટ આપવામાં આવશે. આ પગલાથી ખાંડ બનાવતી કંપનીઓને સહારો મળશે. સાથોસાથ ખેડૂતોને શેરડીની ચૂકવણી વહેલી થવાની આશા છે.

કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય

  • કેબિનેટની બેઠકમાં એથેલોન ઉત્પાદન ક્ષમતા માટે 15,000 કરોડ રૂપિયાની સોફ્ટ લોન મંજૂર, એથેલોન ઉત્પાદકોને વધુમાં વધુ 5 ટકા વ્યાજ પર લોન મળશે.
  • બક્સરમાં થર્મલ પાવર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે.
  • 13 પોઇન્ટ રોસ્ટરની વિરુદ્ધ વટહુકમને મંજૂરી
  • 50 નવા કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવાની મંજૂરી
  • કેબિનેટની બેઠકમાં પશ્ચિમ બંગાળના નરાયણ અને ઓડિશાના ભદ્રકમાં 155 કિમીની ત્રીજી રેલવે લાઈનના કન્સ્ટ્રક્શનને મંજૂરી
  • દિલ્હી મેટ્રોના ફેજ 4ને મંજૂરી
  • ઉત્તર પ્રદેશના ખુર્જામાં સુપર થર્મલ પાવર પ્લાન્ટને મંજૂરી. તેની સાથે જ, થર્મલ પાવર પ્રોજેક્ટને રાહત આપવા માટે પણ લેવાયા અનેક મોટા નિર્ણય
  • કેબિનેટની બેઠકમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મોબિલિટી પ્રસ્તાવને મંજૂરી, સાથોસાથ એરપોર્ટ રાહત પેકેજ અમલની સમય મર્યાદા 2020 સુધી વધારવામાં આવી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]