IT કંપનીઓની મોદી સરકારને ફરિયાદ: ચીનમાં વેપાર માટે આ છે મોટી મુશ્કેલીઓ

નવી દિલ્હી- ભારતની મુખ્ય આઈટી કંપનીઓ ટીસીએસ,ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રાએ મોદી સરકારને રાવ કરતાં કહ્યું કે, ચીનમાં વેપાર કરવો સરળ નથી. આ કંપનીઓએ ચીનમાં વેપાર કરવાના રસ્તામાં નડતી મુશ્કેલીઓ અને ચીન સરકારની નીતિઓ અંગે મોદી સરકારને વિસ્તૃત રીપોર્ટ સોંપ્યો છે. મહત્વનું છે કે, ભારત અને ચીનના વાણિજ્ય પ્રધાન રીઝનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (આરસીઈપી) એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપવા માટે આગામી દિવસોમાં મહત્વની બેઠક કરવાના છે.

આઈટી કંપનીઓએ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલને જણાવ્યું કે, ચીનની વિઝા સિસ્ટમ કડક છે. ત્યાં સ્થાનિક કાયદાનું પાલન કરવા પર મોટી રકમ ખર્ચ કરવી પડે છે અને ટેક્સદર પણ ભારતની તુલનામાં ઘણાં વધારે છે.

આ બેઠકમાં ટીસીએસ, સત્યમ વેન્ચર એન્જિનિયરિંગ, એચસીએલ, એનઆઈઆઈટી ટેક, ઈન્ફોસિસ ટેક, ઈન્વેન્ટો રોબોટિક્સ, ટેક મહિન્દ્ર અને વિપ્રો સર્વિસિધ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને નેસ્કોમના સીનિયર અધિકારી હાજર રહ્યાં હતાં.

ભારતની આઈટી કંપનીઓએ ચીનમાં વધુ ટેક્સદરનો મામલો ઉઠાવ્યો. તેમનું કહેવું છે કે, પ્રોવિડન્ડ ફંડ, મેડિકલ, પેન્શન અને અનએમ્પલોયમેન્ટ જેવા ટેક્સ સાથે 44 ટકા સુધી પહોંચી જાય છે. ચીને દેશમાં પ્રોફેશનલ્સની આવક જાવક પર પણ પ્રતિબંધ લગાવેલો છે. તે બિજનેસ ટ્રાવેલરને પ્રાંતીય વીઝા આપે છે, તેમને કોઈ અન્ય રાજ્યોમાં જવાની મંજૂરી નથી હોતી. ચીની કંપનીઓ ગવર્નમેન્ટ એન્ટરપ્રાઈઝિસ છે, તેમને જે સુવિધા મળે છે, તે વિદેશી કંપનીઓ માટે ઉપલબ્ઘ નથી.

એક અનુમાન મુજબ દેશની દિગ્ગજ આઈટી કંપનીઓના ચીનમાં અંદાજે 12000 કર્ચારીઓ છે, જેમાંથી અંદાજે 90 ટકા સ્થાનીક છે. ભારત પર આ વર્ષે આરસીઆઈપી પૂર્ણ કરવાનો દબાવ છે, જેના કારણે ભારત-ચીનની આ મીટિંગ થઈ રહી છે. તેમ છતાં ઘણા સભ્ય દેશો કોમ્પ્યૂટર સંબંધિત અથવા ઈન્ફોર્મેશન સર્વિસિઝ છૂટછાટ નથી આપતા તેમણે પ્રોફેશનલ્સની એક દેશમાંથી બીજા દેશમાં જવા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. 16 સભ્યો ધરાવતું આરસીઈપી ગ્રુપે પહેલા ભારતના પારસ્પરિક વ્ઝા શુલ્ક માફી પ્રસ્તાવને નકારી કાઢ્યું છે. જેમાં આરસીઈપી બિજનેસ ટ્રાવેલ કાર્ડ બનાવવાની યોજના હતી,આરસીઈપી 10 આસિયાન દેશો અને તેમના છ ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ (એટીએફ) પાર્ટનર્સ એટલે કે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, જાપાન, ચીન, દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે એક પ્રસ્તાવિત ઈકોનોમિક ઈન્ટીગ્રેશન એગ્રીમેન્ટ કરાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]