આજથી બજેટ સત્રનો આરંભ, નાણાં પ્રધાન જેટલી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

નવી દિલ્હી – સંસદમાં આજથી બજેટ સત્રનો આરંભ થશે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી વર્ષ 2017-18 માટેનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ સત્ર 6 એપ્રિલે પૂરું થશે.

બજેટ સત્ર બે ચરણમાં યોજવામાં આવશે. પહેલું ચરણ 29 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી અને બીજું ચરણ પાંચ માર્ચથી 6 એપ્રિલ સુધીનું રહેશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રારંભિક દિવસે સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.

સત્ર દરમિયાન લોકસભામાં 28 ખરડા રજૂ કરવામાં આવશે જ્યારે રાજ્ય સભામાં 39 ખરડા રજૂ કરવાનું નિર્ધારિત છે. રાજ્ય સભામાં ટ્રિપલ તલાક ખરડો પણ રજૂ કરવામાં આવશે.

દેશભરમાં જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) લાગુ કરાયા બાદ આ પહેલું કેન્દ્રીય બજેટ હશે. તેમજ 2019ની લોકસભા ચૂંટમી પૂર્વે જેટલીનું આ છેલ્લું સંપૂર્ણ સ્તરનું બજેટ હશે.

અરૂણ જેટલી 1 ફેબ્રુઆરીએ વર્ષ 2018-19 માટેનું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]