બજેટ: કઈ ચીજ સસ્તી થશે, કઈ ચીજ મોંઘી થશે?

જો તમે મોબાઈલ હેન્ડસેટ્સ, સનગ્લાસીસ, મોટરબાઈક, કાંડાઘડિયાળ, પરફ્યૂમ્સ, સોનું, ફ્રૂટ જ્યૂસ, જેવી ચીજવસ્તુઓનાં શોખીન છો તો તમારે આ બજેટ બાદ તમારું ખિસ્સું થોડુંક ખાલી કરવું પડશે, કારણ કે આ ચીજવસ્તુઓ પર કસ્ટમ્સ ડ્યૂટી વધારવાની દરખાસ્ત છે. જ્યારે પીઓસી મશીન્સ, સૌર બેટરી, સિલ્વર ફોઈલ, જેવી ચીજો સસ્તી થશે.

આ ચીજો સસ્તી થશે

ફોતરાંવાળા કાજુ, બોલ સ્ક્રૂસઝ, સીએનસી મશીન ટૂલ્સ, સોલર ટેમ્પીયર્ડ ગ્લાસ, કોક્લીઅર ઈમ્પ્લાન્ટ્સના ઉત્પાદન માટેની એક્સેસરીઝ, મેગ્નેસાઈટ, ડોલોમાઈટ અથવા ક્રોમાઈટ, ઈંટ, ટાઈલ્સ, પેટ્રોલ, હાઈસ્પીડ ડિઝલ ઓઈલ, એલએનજી (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ), સિલ્વર ફોઈલ, ફિંગર સ્કેનર, સૌર બેટરી, ઈ-ટિકિટ ખરીદી, પીઓસી મશીનો

આ ચીજો મોંઘી થશે

ઓરેન્જ ફ્રૂટ જ્યૂસ, વિદેશી મોબાઈલ, ઈમ્પોર્ટેડ ટીવી અને લેપટોપ્સ, મોટરબાઈક્સ, મોબાઈલ હેન્ડસેટ્સ, શાકભાજી, વિવિધ ખાદ્યચીજો (સોયા પ્રોટીન સિવાય), પરફ્યૂમ્સ, બ્યૂટી-મેકઅપ માટેની ચીજો, કેશ સજાવટ માટેની ચીજો, ઓરલ અથવા ડેન્ટલ હાઈજીન માટેની ચીજો, ડેન્ચર (ચોકઠું), ડેન્ટલ ફ્લોસ, શેવિંગ પહેલાં અને ત્યારબાદ વપરાતી પ્રસાધન સામગ્રી, ડિયોડોરન્ટ, કોસ્મેટિક્સ, ઓટોમોબાઈલ પાર્ટ્સ, ટ્રક, બસ રેડિયલ ટાયર, સિલ્ક કાપડ, કૃત્રિમ જ્વેલરી, ફૂડ પ્રોસેસર, ઈલેક્ટ્રોનિક્સ ચીજ, 31 જાન્યુઆરી, 2018 બાદ ખરીદેલા શેર પર 10 ટકા ટેક્સ, એલસીડી, એલઈડી, ઓએલઈડી ટીવી, સનગ્લાસીસ, જૂતા-ચંપલ, ચાંદી, સોનું, સનસ્ક્રીન, સિગારેટ, લાઈટર, આઉટડોર રમતગમતો, સ્વીમિંગ પૂલ માટે વપરાતા સાધનો, ટોઈલેટ સ્પ્રે, હીરા, વેરેબલ સાધનો, ફર્નીચર, ગાદલાં, લેમ્પ્સ, ટ્રાઈસાઈકલ, સ્કૂટર, પેડલ કર, પૈડાંવાળા રમકડાં, ઢીંગલી