બાબા રામદેવના બોલ સામે દલિત સંગઠનો ખીજાયાઃ પ્રોડક્ટસના બહિષ્કારનું એલાન

નવી દિલ્હી: કેટલાક દલિત અને આદિવાસી સંગઠનોએ બાબા રામદેવ અને તેમની કંપની પતંજલિના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની રાષ્ટ્રવ્યાપી હાકલ કરી હતી. આ દલિત સંસ્થાઓ એવો આક્ષેપ લગાવ્યો છે કે બાબા રામદેવ દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો અને દિવંગત દ્રવિડ નેતા પેરિયારના સમર્થકો પર ‘બૌદ્ધિક આતંકવાદ’  ફેલાવવાનો આરોપ લગાવ્યો છે જે દલિતો અને પછાત વર્ગના લોકોનું ગંભીર અપમાન છે.

કોલકાતાથી પ્રગટ થતા એક અંગ્રેજી અખબારે પ્રગટ કરેલા અહેવાલ મુજબ શનિવારથી બાબાની એક વિડિયો ક્લીપ ફરતી થઇ હતી જેમાં બાબા રામદેવ દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરતા જોઇ અને સાંભળી શકાઈ છે.

ઓલ ઇન્ડિયા આંબેડકર મહાસભા, ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઇનોરિટી કોમ્યુનિટી એમ્પલોઈઝ ફેડરેશન અને ભીમ આર્મીએ તાત્કાલિન અમલમાં આવે એ રીતે બાબા રામદેવ અને એમની પતંજલિ કંપનીનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. આ બધાએ બાબાને ‘મનુ સ્મૃતિ’ને પીઠબળ આપનારા વ્યક્તિ ગણાવ્યા હતા.

દલિતો અને આદિવાસી સમુહોના હીતોની વકાલત કરનારા આંબેડકર મહાસભાના અધ્યક્ષ અશોક ભારતીએ કહ્યું કે, રામદેવે વિડિયોમાં કહેલા શબ્દોને નરજઅંદાજ નહી કરવામાં આવે. તેમના નિવેદન પરથી તેમની પોલ ખુલી ચૂકી છે કે, તે મનુવાદી વિચારધારામાં વિશ્વાસ રાખે છે. આંબેડર મહાસભાએ મંગળવારે વિરોધ સ્વરૂપે પતંજલિના ઉત્પાદનોને સળગાવવાનો નિર્ણય કર્યો છે. ભીમ આર્મીએ રામદેવ માફી માગે તેવી માગ કરી છે.

વીડિયોમાં બાબા રામદેવે કથિત રીતે કહ્યું કે, પેરિયાર એક નાસ્તિક હતા, તેમણે ઈશ્વરના અનુયાયીઓને મૂર્ખ ગણાવ્યા અ ધર્મને ઝહેર ગણાવ્યો. તેમનો સંદેશ ફેલાઈ રહ્યો છે તે આપણા સંતોના ચરિત્રનું હનન કરી રહ્યા છે. આ બૌદ્ધિક આતંકવાદ છે જે દેશના ભાગલા પાડી નાખશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]