શિવાજી પાર્કમાં શપથગ્રહણ સમારોહ અંગે કોર્ટે ચિંતા વ્યક્ત કરી

મુંબઈ- શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારોહને લઈને બોમ્બે હાઈકોર્ટે આપત્તિ દર્શાવી છે. કોર્ટે શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારોહને લઈને સુરક્ષાની દ્રષ્ટિએ  ચિંતા વ્યક્ત કરી છે. બોમ્બે હાઈકોર્ટનું કહેવું છે કે સાર્વજનિક મેદાનમાં આવા સમારોહ આયોજિત કરવા એક નિયમિત પરંપરા ન બનવી જોઈએ. જો આમ થશે તો આવા સમારોહો માટે પાર્કોના ઉપયોગ કરવા ઈચ્છશે. જસ્ટિસ એસસી ધર્માધિકારી અને આરઆઈ ચાગલાની ખંડપીઠે આ વાત કહી હતી. કોર્ટે તે સાથે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કોર્ટ શપથ ગ્રહણ સમારોહ માટે કાંઈ કહેતી નથી.

ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે સાંજે મધ્ય મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્કમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. કોર્ટે કહ્યું કે અમે કાલના શપથ ગ્રહણ સમારોહ બાબતે કશું નથી કહેતા. અમે માત્ર પ્રાર્થના કરીએ છે કે આ સમારોહ દરમિયાન કોઈપણ અનહોની ન થાય. આપને જણાવી દઈએ કે એનજીઓ દ્વારા જાહેરહિતની અરજી દાખલ થયા પછી હાઈકોર્ટે 2010માં આ ક્ષેત્રને સાયલન્ટ ઝોન જાહેર કર્યો છે.

કોર્ટે એક એનજીઓની જાહેરહિતની અરજીની સુનાવણી કરતી વધતે પુછ્યું છે કે શું શિવાજી પાર્કએ રમતનું મેદાન છે કે મનોરંજનનું મેદાન છે? જજ ધર્માધિકારીએ કહ્યું છે કે શું થશે કે આ એક નિયમિત પરંપરા બની જશે. અને દરેકો લોકો સમારોહ માટે આ મેદાનનો ઉપયોગ કરવા માંગશે. કોર્ટે સુરક્ષાનો વિચાર કરીને ચિંતા દર્શાવી છે. અને કહ્યું છે કે લાખો લોકો એકઠા થશે, ગુરુવારે સાંજે 6.40 વાગ્યે શપથગ્રહણનો સમય નિર્ધારિત કરાયો છે.

કોર્ટે કહ્યું છે કે આપ સુરક્ષાની નજરે વિચાર કરો. આપ કોઈનો પણ જીવ જોખમમાં નથી નાંખી શકતા. કાલે થનાર શપથગ્રહણ સમારોહની તૈયારીઓ બુધવાર સાંજથી શરૂ થઈ ગઈ છે. ટ્રકોમાં ખુરશીઓ અને વાંસ જેવી વસ્તુઓ આવવા લાગી છે. આનો અર્થ એ થાય તે બુધવાર અને ગુરુવારે એમ બે દિવસ પાર્કનો સાર્વજનિક ઉપયોગ નહી થાય, તે શુક્રવારે જ ખુલશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]